<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

બાળકોને વારસામાં સંપતિ અને સંતતી બન્ને આપો : પૂ. આદર્શજીવન સ્વામી

પૂ. મહંત સ્વામીની હાજરીમાં 'સંસ્કાર સરિતા' બાળસભા : દિકરીઓએ બનાવેલ હાર અને ચાદર સંતો દ્વારા પૂ. સ્વામીજીને અર્પણ

રાજકોટ તા. ૧૮ : બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરૂદેવ પરમ પૂજય મહંત સ્વામી મહારાજ રાજકોટમાં સત્સંગ લાભનો આપી રહ્યા છે. જે 'સંસ્કાર એ જ સંપત્તિ'ના મુખ્યવર્તી વિચારને આધારિત સંસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રમુખસ્વામી સભાગૃહમાં ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની દૈનિક પૂજા દરમ્યાન બાળકોએ પ્રસ્થાનત્રયી આધારિત અક્ષર પુરુષોત્ત્।મ સિદ્ઘાંત ગાન કર્યું હતું. મહંત સ્વામી દ્વારા લિખિત સંત્સંગ દીક્ષાના શ્લોકનો મુખપાઠ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, વગેરે ભારતીય ભાષાઓ ઉપરાંત વૈશ્વિક અંગ્રેજી, સ્પેનિશ, આફ્રિકાની સ્વાહિલી ભાષાઓમાં રજૂ કર્યો હતો. બાળકોએ સંસ્કૃતમાં લખાયેલ સ્વામિનારાયણ સિદ્ઘાંત કારિકાઓનો મુખપાઠ રજુ કર્યો હતો. વિવિધ પ્રાર્થના અને કીર્તનોની પ્રસ્તુતિ પણ બાળકો દ્વારા જ રજૂ કરવામાં આવી હતી. બાળકો દ્વારા સૌના દુઃખો દૂર થાય તેવી પ્રાર્થના અને તે માટે ધૂન ગાન પણ કરાવવામાં આવ્યું હતું.

પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના લેખક પૂજય આદર્શ જીવન સ્વામીએ પ્રેરક કથામૃતનો બાળકોમાં સંસ્કાર સિંચન માટે ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુ પરંપરાના બાળકો સાથેના પ્રસંગો દ્વારા બાળ કેળવણીની રીત સમજાવી હતી.

પૂ.આદર્શજીવન સ્વામીના પ્રવચનની મુખ્ય વાતો : 'જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતત્તી બને ગુમાવવાનો વારો આવશે.' - પ્રમુખ સ્વામી મહારાજના આ સંદેશ અનુસાર વારસામાં સંપત્ત્િ। આપવા કરતા વારસામાં સંસ્કારો આપવા વધુ અગત્યના છે. સંસ્કારો આપવા માટે વાલી એ સંતાનો સાથે વિશ્વાસનો નાતો કેળવવો જોઈએ. તો જ તેઓ વાલીનું કહ્યું માનશે. If you don’t believe the messenger, you won’t believe message.

બાળક પ્રત્યે વાલીઓનું વલણ બદલાય તો વાણી,વર્તન અને ઘડતર બદલાય. બાળકો નાના છે પરંતુ બાળ સંસ્કાર ની પ્રવૃત્ત્િ। નાની નથી. તેની અગત્યતા સમજાય તો વલણ બદલાય. Time is money ની જેમ child is money માનીને બાળકોને સમય આપવો.  શાસ્ત્રવચનો, પ્રેરણાત્મક પ્રસંગો દ્વારા તેમનું ઘડતર કરવું.

 વિવેકસાગર સ્વામી દ્વારા એક નિશાન અક્ષરધામ વિષય આધારિત કથાવાર્તા કરવામાં આવી હતી જે આ મુજબ છે.  (૧) ભગવાન સુખ આપે ત્યારે સુખ આપનાર ભગવાન ને જ ભૂલી જવાય છે. સુખમાં રચ્યા પચ્યા રહેવાનું ટાળી મોક્ષના ધ્યેય પર દૃષ્ટિ રાખવી. કથા, દર્શન, ભજન ને ઠેલવું નહીં.  (ર) પ્રખર રાજનેતા અને બે વખત દેશના કાર્યકારી વડાપ્રધાન અને ગૃહ મંત્રી રહેલા ગુલઝારી લાલ નંદાને શા સ્ત્રીજી મહારાજે નિયમો આપેલા તે અનુસાર તેઓ દરરોજ પૂજા, વચનામૃત વાંચન તેમજ ચેષ્ટાગાન, માળા વગેરે ભકિત સંબંધી ક્રિયાઓ કયારેય ન ચૂકતા. વાંચન ન થાય ત્યાં સુધી બપોરનું ભોજન જમતા નહીં. સુખમાં ભગવાન ના ભૂલાય તેનું તેઓ ઉદાહરણ હતાં. (૩) દુઃખમાં પડી જાય તો કાયર ભકત કહેવાય. દુઃખમાંથી સુખ મળે છે. કસોટી સોનાની થાય તેમ ભકતોને દુઃખ આવે જ. અભકત દુઃખ રોઈને ભોગવે, જયારે ભકત દુઃખ સુખથી ભોગવે. સમજણ રાખે કે પ્રભુ જે કરે તે મારા સારા માટે જ છે. (૪) દુઃખના સમયે ધીરજ રાખવી. 'ધીરજ સમ નહિ ધન રે સંતો'. આવા સમયે ભકિત મૂકવી નહીં. તુકારામ, સંત એકનાથ, મીરાંબાઈ, દાદાખાચર વગેરે ભકતો અનેક દુઃખોમાં ભગવાનના અલૌકિક સુખે સુખી રહ્યાં. ગુરુપરંપરાના સમયમાં અત્યાર સુધીના ભકતોના પ્રસંગોમાં આ સમજણ અને ધીરજ જોવા મળે છે.  (૫) શરીરમાં રોગ આવે તો જાણે મોટા સંતના સમાગમમાં રહેતા હોઈએ તેમ સ્વાદ ટળે, ભગવાનનું સ્મરણ થાય. એવી સમજણ રાખવી. રોગ થી કંટાળીને દોરા,ધાગા,વહેમ, ફૂંક વગેરેમાં જાય તો મોક્ષનું ધ્યેય ચૂકી જવાય.

સભામાં મહંત સ્વામી મહારાજના આગમનને બાળકોએ ધમાકેદાર અને ઉર્જાસભર નૃત્યથી વધાવ્યું હતું તેમજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અત્યંત લોકપ્રિય બનેલી ધ વિલેજ ઓફ બૂઝો, જંગલ ઓફ શેરૂ અને સી ઓફ સુવર્ણા પ્રસ્તુતિઓ આધારિત નૃત્ય રજૂ કર્યું હતું. બાળકોએ ગુરૂહરિની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક સંવાદ રજૂ કર્યો હતો. બાળપણથી શિક્ષણ અને અન્ય સ્કીલ સાથે સંસ્કારદાયક બાલસભામાં અને મંદિરે જવા સંદેશ આપ્યો હતો.

મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે બાળકોને સંસ્કારી બનાવવા માટે વાલીઓએ રવિસભા કયા ચાલે છે તે શોધીને ત્યાં બાળકોને અવશ્ય મોકલવા. રહેતા હોવ ત્યાં સભા ન થતી હોય તો ઘરસભા કરવી. ઘરમાં શા સ્ત્રપઠન, કરતાં વગેરે કરવું. એમાં સહજ રીતે સંસ્કારો પુરાય છે. બાળ ઘડતરમાં થાકી જવાય તો બાળકો ભવિષ્યના નેતા છે તેમ સમજી તેમનામાં શ્રદ્ઘા રાખવી અને વલણ બદલવું. બાળકોએ પણ બળસભામાં જતા રોકતા મિત્રોને સમજાવવા અને નમતું ન મૂકવું. અવશ્ય જવું. માતા પિતાએ બાળકને પ્રેમથી સમજાવીને બાલસભામાં મોકલવા. વાલીઓ સમજાવ્યા વગર પ્રેશર કરશો તો ચોરી છૂપીથી બાળક અન્ય રસ્તે જશે. સમજાવટથી જ લાંબુ ટકશે.

બાલિકાઓએ બનાવેલ હાર તેમજ ચાદર સંતોએ મહંતસ્વામી મહારાજને અર્પણ કર્યા હતા. મહંતસ્વામી મહારાજે બાળકોને પસંદ એવી ચોકલેટ્સ પ્રસાદીની કરી આપી હતી. મહિલાઓ દ્વારા તૈયાર કરેલ માળાનો હાર  સ્વામીશ્રીને ધારણ કરાવવામાં આવ્યો હતો. શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સ્કૂલના ટ્રસ્ટીઓ પણ મહંતસ્વામી મહારાજનાં દૃષ્ટિ આશીર્વાદ મેળવી લાભાન્વીત થયા હતા. સંધ્યા આરતી બાદ બાળકોના નૃત્ય દ્વારા સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

(3:27 PM IST)