<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

સ્‍વિમીંગ ફેડરેશન અને સ્‍વીમીંગ એશો. દ્વારા વોટર પોલો કલબ ટુર્નામેન્‍ટ

રાજકોટ,તા. ૧૮: મહાનગરપાલિકા સંચાલિત શ્રી લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર રેસકોર્ષ ખાતે સ્‍વિમિંગ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા (એસએફઆઇ) અને રાજકોટ ડિસ્‍ટ્રીકટ સ્‍વિમિંગ એશોસીએશનના સંયુકત ઉપક્રમે ૪થી ઇન્‍ટરકલબ ઓલ ઇન્‍ડિયા વોટર પોલો ક્‍લબ ટુર્નામેન્‍ટ -૨૦૨૪ તા. ૧૯/૬ થી તા. ૨૩/૬ સમય સવારે ૮ થી સાંજે ૪ સુધી આયોજન કરેલ છે.

સ્‍પર્ધામાં ૧૦ ટીમ ભાગ લેવા આવવાની છે આ સ્‍પર્ધામાં ઇન્‍ટરનેશનલ ખેલાડીઓ જેમ કે (૧) કેયલાશ નાયર (૨) આદિત્‍ય (૩) શ્રી હેમ (૪) આસિફ સ. નાવજ (૫) સુમિફ પ્રસાદ જેવા ખેલાડીઓ અને સાથે ઇન્‍ટરનેશનલ કોચ રમીન રોય (પૂર્વ રેલ્‍વે કોચ) આવનાર છે.

ચેમ્‍પિયન શીપમાં (૧) અમરાવતી ક્‍લબ (૨) રાઇગઢ ક્‍લબ (૩) ડેક્‍કન ક્‍લબ (૪) ગુજરાત (૫) કેરલા (૬) વેસ્‍ટ બંગાલ (૭) કીધહરપુર (૮) ઇન્‍ડિયન નેવી (૯) ઇન્‍ડિયન એરફોર્ષ જેવી ટીમો ભાગ લેશે. આ સાથે ગુજરાત ટીમમાં (૧) સોમય શાહ (કેપ્‍ટન ગુજરાત ટીમ) (૨) જીત ત્રિવેદી (૩) આર્યન જોશી (૪) વેદાંત જોશી (૫) પ્રિયંશ દવે (૬) યુગ પ્રજાપતિ (૭) મન જોગી ભાગ લેશે.

સ્‍પર્ધામાં ઓબઝર્વર તરીકે FINA EWPCના શ્રી કમલેશ નાણાવટીની સાથે ઇન્‍ટરનેશનલ રેફરી (૧) મયંક પટેલ (૨) અલ્‍પેશ પટેલ (૩) સંકેત સિંદે (૪) કર્મવીર ટોકસ (૫) કે.એન.શીંગ (૬) પ્રભાત અગ્રવાલ (૭) તરોક નાથ અને ઇન્‍ટરનેશનલ ઇન્‍ડિયા કોચ જેમ્‍સ મેયથી રાજકોટ ખાતે આવવાના છે.

ચેમ્‍પિયનશીપને સફળ બનાવવા શ્રી વિરેન્‍દ્ર નાણાવટી (FINA વાઇસ પ્રેસિડેન્‍ટ) (૨) મોનલ ચોકસી (સેક્રેટરી શ્રી સ્‍વિમિંગ ફેડરેશસન ઓફ ઇન્‍ડિયા) રાજકોટ ડિસ્‍ટ્રીક સ્‍વિમિંગ એશોસીએશનના પ્રમુખ અને પૂર્વ મંત્રી શ્રી ઉમેશ રાજયગુરૂ તેમના માર્ગદર્શનમાં બંકિમ જોશી, દિનેશભાઇ હપાણી, નીરાજભાઇ દોશી, મયુરસિંહ જાડેજા, પ્રશભાઇ કલોલા, નિલેશભાઇ રાજ્‍યગુરૂ, અમિત સોરઠિયા, નિમિષ ભારદ્વાજ, જય લોઢીયા, સાવન પરમાર, આર્યન જોશી, અમિત સાકરીયા, ભરત કીયડા, દિવ્‍યેશ ખુટ, વિજય ખુટ, દેવેન્‍દ્રસિંહ જી.જાડેજા સાથે રાજકોટ ડિસ્‍ટ્રિકટ એસોસીએશનના કમિટી મેમ્‍બર આ ચેમ્‍પિયનશીપને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:28 PM IST)