News of Tuesday, 18th June 2024
વોર્ડ નં. ર ના અલ્કાપુરી વિસ્તાર ૩૦ લાખના ખર્ચે પેવિંગ બ્લોકથી મઢાશે

રાજકોટ : શહેરના વોર્ડ નં.૨માં રૂ.૩૦.૦૧ લાખના ખર્ચે અલ્કાપુરી સોસાયટી શેરી નં.૧,૨,૩,૯ તથા ૧૨ માં રસ્તાની સાઇડનાં પડખામાં પેવીંગ બ્લોક નાખવાનુ કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ મંજુર કરવા બદલ ધારાસભ્ય તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર ડૉ.દર્શિતા શાહ, શાસક પક્ષ દંડક તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડિયા અને કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:38 PM IST)










