<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

વોર્ડ નં.૯માં સાધુવાસવાણીથી ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિસ્‍તારમાં પાણીની સમસ્‍યા ભૂતકાળ બનશે

તા. ૧પ.૧૯ લાખના ખર્ચે ડી.આઇ.પાઇપલાઇન : કોર્પોરેશનની રજુઆત સફળ

 રાજકોટ શહેરના વોર્ડ નં.૯માં ‘‘અમળત મિશન-ર.૦૦'' અંતર્ગત રૂ.૧૫.૧૯ લાખના ખર્ચે સાધુવાસવાણી રોડથી ગંગોત્રીપાર્ક મેઈન રોડ સુધીના વિસ્‍તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.   આ કામો મંજુર કરવા બદલ સ્‍ટેન્‍ડિંગ કમિટી પૂર્વ ચેરમેન અને વોર્ડ નં.૯ના કોર્પોરેટર શ્રી પુષ્‍કરભાઇ પટેલ, કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, શ્રીમતી આશાબેન ઉપાધ્‍યાય, શ્રીમતી દક્ષાબેન વસાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે

(3:49 PM IST)