News of Tuesday, 18th June 2024
વાવડી વિસ્તારના બગીચામાં ર૧.૭૬ લાખના ખર્ચે દિવાલ બનાવાશે

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૨માં રૂ.૨૧.૭૬ લાખના ખર્ચે વાવડી ટી.પી. સ્કીમ નં.૧૫ નાં એફ.પી.નં.૫૧/સી. ગાર્ડનનાં પ્લોટ માટે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ પૂર્વ મેયર તથા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડૉ. પ્રદીપ ડવ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન તથા કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા તેમજ કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો.
(3:41 PM IST)










