<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કોઠારિયા રોડ પર વિકાસના દ્વાર ખુલ્‍યાઃ વધુ ૫૫.૭૪ કરોડના કામો મંજૂર

રોડ ડેવલેપ, ડ્રેનેજ લાઇન, ડામર કામ સહિતની સુવિધા માટે કોર્પોરેટરોના પ્રયત્‍નો સફળ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮માં કુલ ૫૫.૭૪ કરોડના ખર્ચે વિવિધ વિસ્‍તારમાં જુદા જુદા કામો આજરોજ સ્‍થાયી સમિતિ દ્વારા મંજુર કરાવવામાં આવ્‍યા છે.

વોર્ડ નં.૧૮માં (૧)રૂ.૪.૫૪ કરોડના ખર્ચે સોલવન્‍ટ વિસ્‍તારની જુદી જુદી સાંકડી શેરીઓમાં પેવિંગ બ્‍લોક નાખવાનુ કામ (૨)રૂ.૮.૦૮ કરોડના ખર્ચે ટી.પી.૧૨માં આવેલ પાલવ સ્‍કુલ પાસે ૨૦ મી. રોડ તથા ૨૪ મી. રોડ ડેવલપ કરવાનુ કામ (૩)રૂ.૩.૬૧ ᅠકરોડના ખર્ચે ટી.પી.૧૨માં આવેલ ૨૦ મીટર રોડ સાંઈબાબા સર્કલથી ગુલાબનગર તથા સાંઈબાબા સર્કલથી શાનદાર-૫,ᅠ૨૪ મી. રોડ ડામર કાર્પેટ કરવાનુ કામ (૪)રૂ.૭૩.૧૪ લાખના ખર્ચે વિરાણી અઘાટ,ᅠખોડીયાર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા તથા અન્‍ય ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઈન નાખવાના તથા હાઉસ કનેક્‍શન ચેમ્‍બર બનાવવાનુ કામ, (૫)રૂ.૧.૪૨ કરોડના ખર્ચે લાપાસરી રોડ પર ડામર રીકાર્પેટ કરવાનુ કામ, (૫)રૂ.૧૦.૧૨ કરોડના ખર્ચે સરદાર ઇન્‍ડસ્‍ટ્રીઝ ૨૪ મી. રોડ ડેવલપનુ કામ, (૬)રૂ.૪.૬૪ કરોડના ખર્ચે એનીમલ હોસ્‍ટેલથી રીધ્‍ધી સિધ્‍ધી નાલા,ᅠતથા ત્‍યાંથી કોઠારીયા ચોકડી સુધી નેશનલ હાઇવે સર્વિસ રોડ પર તથા સ્‍વાતી ઈ.એસ.આર. ૨૪ મી. રોડ,ᅠતાલુકા શાળા ૫૦ ફૂટ રોડ પર ડામર કાર્પેટ તથા રીકાર્પેટનુ કામ, (૭)રૂ.૩.૨૧ કરોડના ખર્ચે કોઠારીયા મેઈન રોડ બાકી રહેતા ભાગમાં ડામર રીકાર્પેટ કરવા અંગે, (૮)રૂ.૬.૩૦ કરોડના ખર્ચે માધવ રેસીડેન્‍સી,ᅠમયુર પાર્ક,ᅠસુંદરમ પાર્ક તથા વોર્ડમાં જુદી જુદી સોસાયટીમાં ડામર કરવાનુ કામ, (૯)રૂ.૬.૧૯ કરોડના ખર્ચે રીધ્‍ધી સિધ્‍ધી નાલાથી સ્‍વાતિ સોસાયટી ૨૪ મી. રોડ સુધી ડામર કાર્પેટનુ કામ, (૧૦)રૂ.૬.૦૨ કરોડના ખર્ચે જુદા જુદા મેટલ રોડ પર ડામર કરવાનુ કામ (૧૧)રૂ.૮૩.૪૧ લાખના ખર્ચે નવા બનતા વિસ્‍તાર માં નવી બનતી સોસાયટીમાં ફીડર તેમજ ડીસ્‍ટ્રીબુશન ડી.આઈ. પાઇપ લાઇન નાખવાનું કામ અને (૧૨)રૂ.૪.૬૪ કરોડના ખર્ચે એનીમલ હોસ્‍ટેલથી રીધ્‍ધી સિધ્‍ધી નાલા સુધી તથા રીધ્‍ધી સિધ્‍ધી નાલાથી કોઠારીયા ચોકડી સુધી નેશનલ હાઇવે સર્વિસ રોડ પર તથા સ્‍વાતી ઈ.એસ.આર. ૨૪ મી. રોડ,ᅠતાલુકા શાળાᅠ ૫૦ ફૂટ રોડ પર ડામર કાર્પેટ તથા રીકાર્પેટ કરવાનું કામ એમ મળી કુલ રૂ.૫૫.૭૪ કરોડના કામો જુદા જુદા ૧૨(બાર) કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થતા વિસ્‍તારમાં રહેતા તમામ લોકોની પાયાની સુવિધામાં વધારો થશે.

 આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા,ᅠસંજયસિંહ રાણા અને સંદીપભાઈ ગાજીપરા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:45 PM IST)