<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

અમને પણ સ્‍કુલો-હોસ્‍પીટલોની જેમ સીલ ખોલી આપોઃ ફેડરેશન ઓફ હોસ્‍પીટાલીટીના લોકો ઉમટયા

મ્‍યુ. કમિશનરને આવેદન પાઠવી અનુપાલન સમયગાળા દરમિયાન સંચાલન કરવા દેવા રજુઆતઃ ફાયર સેફટી અંગે કોઇ બાંધછોડ નહી કરીએ : રાજકોટના કેટરીંગ એસો., પાર્ટી પ્‍લોટ એસો., સૌરાષ્‍ટ્ર બેકરી એસો., ઇવેન્‍ટ એસો., સૌરાષ્‍ટ્ર આર્ટીસ્‍ટ એસો., મંડપ એસો., લાઇટ એસો., રેસ્‍ટોરન્‍ટ અને કાફે એસો., હોટલ અને રિસોર્ટ એસો.ના ધંધાર્થીઓ તથા સ્‍ટાફના મનપા કચેરીએ ધામા

ફેડરેશન ઓફ હોસ્‍પીટાલીટીના સભ્‍યોની રજુઆતઃરાજકોટઃ ટીઆરપી ગેમઝોન ઘટના બાદ મનપા તંત્ર દ્વારા સ્‍કુલો, કલાસીસ, હોસ્‍પીટલ, કાફે, હોટલો સહીતના એકમોને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. આજે ફેડરેશન ઓફ હોસ્‍પીટાલીટીના ૯ જેટલા સભ્‍ય એસોસીએશનો દ્વારા મનપા ખાતે મ્‍યુ. કમિશ્નર ડી.પી.દેસાઇને સ્‍કુલો-હોસ્‍પીટલની જેમ સીલ ખોલી આપવા રજુઆત કરી હતી. ઉપરોકત તસ્‍વીરમાં વિવિધ એસોસીએશનના સ્‍ટાફ, બીજી તસ્‍વીરમાં મ્‍યુ.કમિશ્નરને આવેદન આપતા ફેડરેશનના સભ્‍યો તથા નીચેની તસ્‍વીરમાં કચેરી ખાતે ઉમટી પડેલ વિવિધ ધંધાર્થીઓ દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૮:  શહેરમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના દુઃખદ દુર્ઘટના બાદ વહિવટી તંત્ર દ્વારા શહેરમાં હોટલ-રેસટોરન્‍ટો તેમજ પાર્ટી પ્‍લોટ-કાફે વિગેરે જગ્‍યાઓ ઉપર ફાયર એનઓસી તથા BU પરમીશનની કાર્યવાહી દરમ્‍યાન સીલ છે જેના કારણે હોટેલ અને રેસ્‍ટોરન્‍ટ ઉદ્યોગ પર ગંભીર અસર પડતા આજે ફેડરેશન ઓફ હોસ્‍પિટાલીટીના વિવિધ એસો. દ્વારા મ્‍યુ. કમિશનરને આવેદન આપવામાં આવ્‍યું હતું.

આવેદનમાં જણાવ્‍યા મુજબ અમો ફેડરેશન ઓફ હોસ્‍પિટાલીટી કેજ ેની સાથે ૯ જેટલા એસોસીએશનનો જેવા કે, રાજકોટ કેટરીંગ એસોસીએશન, રાજકોટ પાર્ટી પ્‍લોટ એસોસીએશન, સૌરાષ્‍ટ્ર બેકરી એસોસીએશન, રાજકોટ ઇવેન્‍ટ એસોસીએશન, રાજકોટ રેસ્‍ટોરન્‍ટ અને કાફે એસોસીએશન, રાજકોટ હોટલ અને રીસોર્ટ એસોસીએશનનો જોડાયેલ છે. તેમજ આ તમામ એસોસીએશનનો હજારો લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. ત્‍યારે વહીવટી તંત્ર દ્વારા અમારા ઉદ્યોગને તુરંત જ સીલ મારી દેવાથી ઘણી મુશ્‍કેલીઓ પડી રહી છે.

સીલ મારતા પહેલા અમોને કોઇપણ જાતની જાણ કરેલ નથી અને નોટીસ પણ આપેલ નથી ડાયરેકટ સીલ મારે દીધેલ છે.  છેલ્લા ફાયરના પરિપત્રની રાજકોટ શહેરના નાગરિકો વેપાર-ઉદ્યોગકારો તથા રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરના વોર્ડ ના અધિકારીઓ અને પદાધિકારીઓને ખ્‍યાલ નથી જેના લીધે ઘણી વિસંગતતાઓ ઉભી થયેલ છે. હાલની પરિસ્‍થિતિમાં શાળાઓ, કલાસીસ, હોસ્‍પિટલો, હોટલો રેસ્‍ટોરન્‍ટો તથા અન્‍ય જરૂરી એકમો માટે રાજય સરકાર દ્વારા જે ઇમ્‍પેકટનો કાયદો લાવેલ છે તેમાં પણ એપ્‍લાય થયેલા છે છતા પણ અધિકારી દ્વારા ઇમ્‍પેકટમાં એપ્‍લાય થયેલ અરજીઓ જોયા વગર ફકત સીલ મારવાની જ કામગીરી કરેલ છે.

ફાયર સેફટીની બાબતમાં અમો ચિંતીત છીએ અને સરકારના નિયમ મુજબ ફાયરના સાધનો સેફટી વિગેરે અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માટેની અમારી રજુઆત નથી. જેમ સ્‍કુલો-હોસ્‍પિટલોને શરૂ કરવાની મંજુરી આપેલ છે. તે મજુબ હોટલ -કાફે ઉદ્યોગોના પણ સીલ ખોલી અનુપાલન સમયગાળા દરમ્‍યાન સંચાલન કરવાની તાત્‍કાલીક મંજુરી આપવા પણ આવેદનમાં જણાવાયું હતું.

(3:54 PM IST)