<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કેકેવી ચોકમાં બીઆરટીએસ બસ સ્‍ટેન્‍ડની કામગીરી રૈયા ચોકડીથી ગોંડલ ચોકડી સુધી સફાઇ કામગીરી નિહાળતા મ્‍યુનિસીપલ કમિશનર દેવાંગ દેસાઇ

ડીઝીટલ પેમેન્‍ટનો ઉપયોગ તથા સફાઇ જાળવવા સુચના

રાજકોટ, તા. ૧૮ :  મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ કેકેવી ચોક ખાતે આવેલ બી.આર.ટી.એસ. બસ સ્‍ટેન્‍ડમાં થતી કામગીરી અને રૈયા ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ૧૫૦ ફૂટ રિંગ રોડની સફાઈ કામગીરી નિહાળી હતી. મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ બી.આર.ટી.એસ. બસ સ્‍ટેન્‍ડ ખાતે નાગરિકો ડીઝીટલ પેમેન્‍ટનો વધુ ઉપયોગ કરે અને ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સફાઈ જળવાઈ રહે તે અંગે સંબંધિત અધિકારીને સુચના આપી હતી તેમજ બ્રિજ નીચે બનાવવામાં આવેલ પે એન્‍ડ પાર્કમાં સફાઈ જળવાઈ રહે તે માટે એજન્‍સીને સુચના આપી હતી.

કેકેવી ચોક ખાતે આવેલ બી.આર.ટી.એસ. બસ સ્‍ટેન્‍ડ ખાતે મ્‍યુનિસિપલ કમિશનરે બસ સ્‍ટેન્‍ડમાં થતી કામગીરી નિહાળી તેમજ ડીઝીટલ પેમેન્‍ટને પ્રોત્‍સાહન કરવા નાગરકો વધુને વધુ ડીઝીટલ પ્‍લેટફોર્મ થકી બી.આર.ટી.એસ. બસની ટીકીટ બુક કરાવી સેવાનો લાભ મેળવે તે અંગે સુચના આપી હતી. વધુમાં મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ બી.આર.ટી.એસ. બસ સ્‍ટેન્‍ડનો લોકો કેવી રીતે ઉપયોગ કરે છે તે જાણકારી મેળવી હતી.

વિઝિટ દરમ્‍યાન મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ ે કેકેવી બ્રિજ નીચે બનાવવામાં આવેલ પે એન્‍ડ પાર્કની પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્‍યાન પે એન્‍ડ પાર્કમાં સફાઈ જળવાઈ રહે તે માટે એજન્‍સીને સુચના આપી હતી. ઉપરાંત મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ કેકેવી ચોકથી રૈયા ચોક અને રૈયા ચોકથી ગોંડલ ચોકડી સુધીના ૧૫૦ ફૂટ રિંગ રોડની સફાઈ વ્‍યવસ્‍થા નિહાળી હતી.

મ્‍યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્‍યાન સિટી એન્‍જી. અને ય્‍ય્‍ન્‍ના જનરલ મેનેજર અલ્‍પના મિત્રા, ય્‍ય્‍ન્‍ના ડેપ્‍યુટી જનરલ મેનેજર જયેશ કુકડિયા, પી.એ.ટુ કમિશનર રામાનુજ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્‍વિજયસિંહ તુવર વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:28 PM IST)