<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગાંધીગ્રામ અને મોટામવા વિસ્‍તારમાં ગંદા પાણીની રેલમછેલ ભુતકાળ થશે

વોર્ડ નં. ૧ માં ૧પ કરોડથી વધુ તથા વોર્ડ નં. ૧૧ માં ર૪.રં૦ કરોડના કામ મંજુરઃ કોર્પોરેટરોની રજુઆત સફળ

રાજકોટ, તા., ૧૮: શહેરના વોર્ડ નં. ૧ માં ડ્રેનેજ, પેવીંગ બ્‍લોક સહીતના રૂા.૩૪.ડ૯ કરોડના કામો તથા વોર્ડ નં. ૧૧ માં મોટા મવા, જેટકો ચોકડી વિસ્‍તારમાં ર૪.૪૦ કરોડના ડ્રેનેજ કામ  આજે સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં મંજુર થયું છે.

વોર્ડ નં. ૧૧ માં ર૪.૪૦ કરોડનું

 રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં (૧) ‘‘અમળત મિશન-ર.૦૦'' અંતર્ગત રૂ.૮.૮૯ કરોડના ખર્ચે મોટા મવા(પોકેટ-૧૦) લાગુ વિસ્‍તારમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અને (૨) ‘‘અમળત મિશન-ર.૦૦'' અંતર્ગત રૂ.૧૫.૫૧ કરોડના ખર્ચે જેટકો ચોકડી લાગુ વિસ્‍?તારમાં ભુગર્ભ ગટર નેટવર્ક કરવાનું કામ એમ મળીને કુલ રૂ.૨૪.૪૦ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

         ઉક્‍ત કામો મંજુર કરવા બદલ શાસક પક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ.

વોડ નં. ૧માં વિવિધકામો મંજુર

મહાનગરપાલિકાના વોર્ડ નં.૧માં (૧)રૂ.૬૮.૬૪ લાખના ખર્ચે લાખનાં બંગલા રોડ પર સત્‍ય નારાયણનગર મેઇન રોડ થી શિતલ પાર્ક મેઇન રોડ સુધી ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન કરવાનુ કામ, (૨)અમળત ૨.૦ અંતર્ગત રૂ.૧૫.૮૧ કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્‍તાર માટે SPS-૧ અને SPS-૨ બનાવવા, રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવા, પમ્‍પીંગ મશીનરી SITC તથા પમ્‍પીંગ સ્‍ટેશનના બે વર્ષ માટે કોમ્‍હેન્‍સિવ ઓપરેશન એન્‍ડ મેઈન્‍ટેનન્‍સનું કામ, (૩)રૂ.૩૪.૭૪ લાખાના ખર્ચે રૈયાધાર સ્‍લમ કવાટર્સની શેરી નં.૭, ૮, ૯ તથા લાગુ આડી શેરીઓમાં પેવીંગ બ્‍લોક નાખવાનું કામ અને (૪)રૂ.૧૮.૧૪ લાખના ખર્ચે ઘંટેશ્વર ગામ, એફ.સી.આઇ. ગોડાઉન, ટી.પી. સ્‍કીમ નં.૩ પાસેનાં વિસ્‍તારમાં ડ્રેનેજ લાઇન નાખવાનુ કામ આમ કુલ મળીને રૂ.૩ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ડૉ.અલ્‍પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા અને દુર્ગાબા જાડેજા દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(4:26 PM IST)