<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

મનપાની ફૂડ શાખાના દરોડા : તીરૂપતિ મદ્રાસ કાફે - બેંગલ સ્‍વીટસને નોટીસ

કાલાવડ રોડ પર ૨૦ ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ : ૧૨ને સુચના : અમુલ દૂધ, આઇસ્‍ક્રીમ સહિતના ૪ નમૂના લેવાયા

રાજકોટ, તા.૧૮: મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકીંગ દરમિયાન નિર્મલા રોડ, ફાયર બ્રિગેડ સામે, રાજકોટ મુકામે આવેલ તીરૂપતિ મદ્રાસ કાફે તથા મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બેંગાલ સ્‍વીટ્‍સની તપાસ કરતા પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ, હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા લાયસન્‍સ સ્‍થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરના પ્રેમ મંદિર સામે હોકર્સઝોન -કાલાવડ રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

          નમુના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  (૧) AMUL TAAZA MILKY MILK (500ML PKD) સ્‍થળ- ઉમિયા ડેરી એન્‍ડ -ોવિઝન સ્‍ટોર, ભારતીનગર શેરી નં.૨, ગાંધીગ્રામ, (૨) HOCCO KESHAR PISTA ICECREAM (700ML PKD): સ્‍થળ- દર્શન એન્‍ટરપ્રાઇઝ, શેડ નં.૧, પ્‍લોટ નં.૯, સમ્રાટ ઇન્‍ડ. એરીયા મેઇન રોડ, ગોંડલ રોડ, (૩) NATURALS KESAR PISTA ICE CREAM (1.5KG PKD): સ્‍થળ- ક્રીમ ઝોન, નેચરલ્‍સ, G.f -03, સ્‍પેસ ઓડીસી, કે.કે.વી. હોલ પાસે સહિત ૪નાં નમૂના લેવામાં  આવ્‍યા છે.

(4:26 PM IST)