<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

આદ્રા નક્ષત્ર બેસતા જૈનો જીવદયાના લક્ષે કેરીનો ત્‍યાગ કરશે

રાજકોટ,તા. ૧૯: ૨૨ના રોજ ૧૨:૦૭ કલાકે આદ્રા નક્ષત્ર શરૂ થાય છે.

અમુક તિથિ પત્રક - પંચાંગમાં ૨૧/૬ રાત્રે ૧૨:૧૮ કલાકે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે તેમ પણ ઉલ્લેખ છે. જીવદયા લક્ષે એક દિવસ વ્‍હેલા પણ કેરીનો ત્‍યાગ કરી શકાય છે.

કેરી,જાંબુ જેવા અમુક ફળોᅠ એવા હોય છે કે કયારેક ઉપરથી ખૂબ સુંદર દેખાય છે પરંતુ વર્ષાકાળ - ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્‍પત્તિ થઈ જતી હોય છે.ᅠ

જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્‍યુ કેᅠ  ‘સવ્‍વે જીવાવિ ઈચ્‍છંતિ જીવવું' અર્થાત્‌ જગતના દરેક જીવોને જીવવું ગમે છે,મરવું કોઈને ગમતું નથી. જૈનો તો જીવદયાના હિમાયતી હોય છે.ᅠ

જૈન આગમ શ્રી ચંદ્ર - સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર તથા શ્રી સમવાયાંગ સૂત્રમાં અભિજિતથી લઈ ઉત્તરાષાઢા એમ વિવિધ પ્રકારના નક્ષત્રનો ઉલ્લેખ આવે છે તેમાં આદ્રા નક્ષત્રનો પણ ઉલ્લેખ છે.

આદ્રા બેસતા આમ્રફળના સ્‍વાદમાં પણ ફેર પડી જાય છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ - વાયુનાં રોગો થવાનો પણ સંભવ રહેલો છે.જૈનો તો ઠીક પરંતુ અમુક જૈનેતરો પણ આદ્રા પછી કેરી ખાતા નથી.

જીવદયાના લક્ષે પરાપૂર્વની વર્ષોની પરંપરાને અનુસરી આદ્રા નક્ષત્ર બેસતા જૈનો કેરીનો ત્‍યાગ કરી જીવદયાનું જતન કરે છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્‍યુ હતું.

(3:33 PM IST)