News of Thursday, 20th June 2024
સુવર્ણ વર્ષે સુવર્ણ ગાથા સન્નારીઓની : બહેનો દ્વારા નારી ઉત્કર્ષની ગાથા રજ

રાજકોટ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તા.૧૦ જુલાઈ સુધી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે વિવિધ સાંસ્કળતિક અને રસપ્રદ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમના રોકાણ દરમિયાન કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિતે બાલિકા, યુવતી તથા મહિલા પાંખ દ્વારા‘સુવર્ણ વર્ષે સુવર્ણ ગાથા સન્નારીઓની' મધ્યવર્તી વિચાર સાથે વિરાટ મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ષાી એટલે એવું પાત્ર જે ન હોય તો આ દુનિયા જ શકય નથી.સ્ત્રી એટલે સ્વયં શક્તિ. બીજી દરેક શક્તિઓ જેના દ્વારા આકાર પામે છે એસ્ત્રી છે. આવી જસ્ત્રી શક્તિને બિરદાવવા રાજકોટ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરે વિરાટ મહિલા સંમેલનમાં ૧૦ હજાર જેટલી નાની બાલિકાઓથી લઈને વયોવળધ મહિલાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત સંગીતજ્ઞ મહિલાવળંદ દ્વારા ધૂન, પ્રાર્થનાં અને સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી.
‘આનંદનો રંગ ઢોળો' કીર્તન દ્વારા બાલિકાઓએ આકર્ષક નળત્યકલા પ્રસ્તુત કરી હતી. ‘સુવર્ણ વર્ષે સુવર્ણ ગાથા સન્નારીઓની' વિષયક પ્રેરણાત્મક સંવાદ યુવતીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરોની સત્સંગ, સમર્પણ, સમજણ, સંપભાવનાનો સંદેશો પણ સર્વે પ્રાપ્ત કર્યો. જેમાં ૨ વર્ષની બાલિકાથી લઈને ૭૦ વર્ષની મહિલાઓ દ્વારા પ્રેરક પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેઓ છેલ્લા ૧ મહિનાથી આ પ્રસ્તુતિ માટે જહેમત ઉઠાવી રહ્યા હતા. નાની બાલિકાઓ કે જેમણે સંસ્કળતનો અભ્યાસ કરી વિશ્વ કક્ષાએ ક્રમાંક લાવી હતી તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઈ.સ. ૧૯૭૨ થી શરૂ થયેલ કાર્યકર માળખામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું અભિન્ન અંગ ગણાતી મહિલા પ્રવળત્તિ એ એક એવું મંચ છે જ્યાં ૨૮,૯૧૫ જેટલા બાલિકા, યુવતી અને મહિલા કાર્યકરો અને સંપર્ક કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે.
આજે સાંજે ૫:૩૦ થી ૮ દરમિયાન સંસ્થાના વિદ્વાન સદગુરુ સંતવર્ય પૂ.વિવેકસાગર સ્વામી ‘એક નિશાન અક્ષરધામ' વિષયક કથાવાર્તા પારાયણનો લાભ આપશે. આજે ‘સંયમ દિન' અંતર્ગત પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વર્તમાન સમયમાં યુવાનોની સમસ્યાને વર્ણવતી વિશેષ પ્રસ્તુતિ યોજાશે અને અંતમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે
(4:02 PM IST)










