News of Thursday, 20th June 2024
લેન્ડગ્રેબીંગઃ સવા વર્ષમાં ૭૩૦ કેસનો નિકાલઃ ૪પ સામે ફોજદારી
ર૦ર૦થી ર૦ર૪-જૂન સુધીમાં કુલ ૧૪૦ સામે પોલીસ ફરિયાદઃ હાલ કલેકટર લેવલે ‘૦' ફાઇલ પેન્ડીંગ પ્રાંત-પોલીસ-મામલતદાર લેવલે છેલ્લા ૩ મહિનાના ર૩૦ કેસોમાં તપાસ ચાલુઃ રાજકોટ રાજયમાં ફર્સ્ટ નંબરે

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં લેન્ડગ્રેબીંગ કેસો અંગે જણાવ્યું હતું કે છેલ્લા સવા વર્ષમાં એટલે કે ૧-૪-ર૦ર૩થી જૂન -ર૦ર૪ સુધીમાં કુલ ૭૩૦ કેસોનો નિકાલ કરી લેવાયો છે, હાલ કલેકટર લેવલે ‘૦' પેન્ડસી-લેન્ડ ગ્રેબીંગ ક્ષેત્રે હોવાનું જાહેર કર્યુ હતું. તેમજ આ ૭૩૦ માંથી ૪પ સામે ફોજદારી કરાયાનું કલેકટરે ઉમેર્યુ હતું.
કલેકટરે જણાવેલ કે ર૦ર૦ થી ર૦ર૩ એટલે કે રાા વર્ષમાં ૬૭૧ કેસોનો નિકાલ કરાયેલ તે સામે હાલ માત્ર સવા વર્ષમાં ૭૩૦ ફાઇલો કલીયર કરી લેવાઇ છે.
આ બાબત ઝડપી બની તે માટે સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર તથા ડીએસઓ ને પણ કેસો ચલાવવા અંગે સત્તા અપાઇ તેથી શકય બન્યું છે.
કલેકટરે ઉમેર્યુ હતું કે હાઇકોર્ટમાંથી સ્ટે ઉઠી જતા હવે તે અંગેના કેસોમાં પણ કાર્યવાહી થશે, કલેકટર લેવલે ૦ પેન્ડસીએ રાજયભરમાં રાજકોટ ફર્સ્ટ નંબર છે.
તેમણે જણાવેલ કે હાલ છેલ્લા ર થી ૩ મહિનામાં આવેલા કેસો કુલ ર૩૦ છે, જે અંગે હાલ મામલતદાર-પોલીસ-પ્રાંત લેવલે ઇન્કવાયરી ચાલી રહી છે, અને તે કેસો મૂકાય તે પણ કલીયર કરી દેવાશે, તેમજ છેલ્લા ૪ મહિનાથી સમાધાનનો સીરસ્તો અપનાવાયો તેનાથી પેન્ડસી સાવ ડાઉન થઇ છે.
(4:36 PM IST)










