<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજકોટમાં સિઝનનાં પ્રથમ વરસાદની દોઢ ઈંચ સાથે ધમાકેદાર એન્‍ટ્રી

ગઈકાલે સાંજે ધીમીધારે પોણો ઇંચ અને સવારે એક કલાકમાં વધુ પોણો ઈંચ વરસ્‍યો : અનેક રસ્‍તાઓ પર પાણી ભરાયા : મનપાની પ્રિમોન્‍સુન કામગીરીની પોલંપોલ

રાજકોટ, તા.૨૪: ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રારંભ બાદ રાજકોટવાસીઓ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જે રાહ આજે પૂરી થઈ છે. રાજકોટ સહિત અનેક જિલ્લામાં ગઇકાલે બપોરના સમયે વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ સાંજે શહેરમાં પણ મેઘરાજાની એન્‍ટ્રી થઈ હતી અને પોણો ઇંચ વરસાદ પડયો હતો.

જયારે આજે સવારે ૬ થી ૭ વાગ્‍યા દરમિયાન  પોણો ઈંચ નોંધાયો છે.

 રાજકોટ શહેરમાં સાંજે ૫થી ૭ વાગ્‍યા સુધીમાં સેન્‍ટ્રલ ઝોનમાં ૨૦ મીમી, ઈસ્‍ટ ઝોનમાં ૨૦ મીમી, વેસ્‍ટ ઝોનમાં ૧૫ મીમી વરસાદ તથા વેસ્‍ટ ઝોનમાં ૧૫ મી.મી, સેન્‍ટ્રલ ઝોનમાં ૧૮ મી.મી,  તથા ઇસ્‍ટ ઝોનમાં ૧૫ મી.મી વરસાદ મનપાના ફાયર વિભાગના કંટ્રોલરૂમમાં નોંધાયો છે.

માત્ર પોણો ઈંચ વરસાદથી શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ, માધાપર ચોક, શીતલપાર્ક, અયોધ્‍યા ચોક, ગાંધીગ્રામ, રૈયા રોડ, રામપીર ચોકડી, સાધુવાસવાણી રોડ, આઝાદ ચોક-રૈયા રોડ, વાણીયાવાડી, ગાયત્રી નગર, ગોપાલ નગર, સહકાર મેઈન રોડ ઉપરાંત આનંદ બંગલા ચોક, સ્‍વામિનારાયણ ચોક, મવડી સહિતના વિસ્‍તારોમાં રસ્‍તાઓ પર પાણી ભરાઈ ગયા.

ગઈકાલે  રવિવારની રજા હોય લોકોએ પણ પ્રથમ વરસાદની મનભરીને મજા માણી હતી.

 શહેરના  કૈલાશ નગર- કોટેચા ચોક, વિસ્‍તારમાં તથા રામાપીર ચોકડી વિસ્‍તારમાં ઝાડ પડી ગયા હતા. આ ઉપરાંત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્‍સચેન્‍જ પાસે બીઆરટીએસ બસ પાણી ભરવાના કારણે બંધ થવા પામી હતી. આ ઉપરાંત દોશી હોસ્‍પિટલ પાસે એક સ્‍કુલ બસ રસ્‍તાના ખાડામાં ખુચી હતી.

આમ રાજકોટ શહેરમાં ગઈકાલના આજે સવાર સવાર સુધીમાં બે દિવસમાં દોઢ ઇંચ વરસાદ પડ્‍યો છે અને માત્ર દોઢ જ વરસાદમાં મનપાની પ્રિમોન્‍સુન કામગીરીની પોલંપોલ ખુલ્લી જવા પામી છે.

કયા ઝોનમાં કયારે કેટલો વરસાદ પડયો

ઝોન          તા.૨૩ના            તા.૨૪ના

       સાંજે પથી૭  ૬ થી ૭ સુધીમાં            સેન્‍ટ્રલ      ૨૧મી.મી.    ૧૮મી.

વેસ્‍ટ           ૨૧મી.મી.   ૧.૫ મી.મી.          ઇસ્‍ટ          ૨૦મી.મી.  ૧૮મી.મી

નોર્થ        ૨૪  ઇંચ પર            

(1:58 PM IST)