તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 24th June 2024
જયાં સુધી પિડીત પરિવારોને ન્યાય નહિ મળે ત્યાં સુધી કોંગ્રેસ લડશે
રાજકોટ બંધમાં જોડાવવા અપિલ કરતા ભટ્ટી-અનડકટ-મુંધવા

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ માં મૃત્યુ પામેલા ૨૮ નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેની પ્રથમ માસિક તિથિ આવતીકાલે હોય જેને લઇ શ્રદ્ધાંજલિ રૂપે રાજકોટ બંધ પાડી અને તેમના પીડિત પરિવારને ન્યાય અપાવવા શહેર કોંગ્રેસ દ્વારા અપિલ કરાઇ છે.
કોંગ્રેસની યાદી મુજબ સીટની રચના કરવામાં આવી છે એ સીટમાં સારા અને નીડર અધિકારી નિમણૂંક થાય વળતર મા વધારો થાય ફાસ્ટ ટ્રેક કોર્ટમા કેસ ચાલે એ હેતુથી જ્યારે કોંગ્રેસ મેદાને આવી હોય અને ભૂતકાળની અંદર જેમ કોંગ્રેસ રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં લોકોની સાથે રહી છે એ જ રીતે જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ કોઈ પણ ભોગે લડી લેવાના મૂડમાં હોય અને આપણા રાજકોટવાસીઓની ફરજ બને છે. રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર જો આવી ગોજારી ઘટના બની હોય એ ઘટનાના નમ્ર આખે અને ભારે હૈયે રાજકોટવાસીઓએ શ્રદ્ધાંજલિ આપવાની ફરજ પડી હોય એનાથી મોટું દુઃખ કાંઈ પણ ગણી શકાય નહિ ત્યારે રાજકોટવાસીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ અને રણજીત મુંધવાએ અપિલ કરી છે.
(4:41 PM IST)










