<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

કુબલીયાપરામાં ‘દેશી'ની ડ્રાઇવઃ ૧૨૦૦ લિટર આથો, ૨૮૫ લિટર દારૂ કબ્‍જેઃ બુલડોઝરથી સાધન સામગ્રીનો નાશ કરાયો

દારૂ-આથાના ચાર કેસ નોંધવામાં આવ્‍યાઃ મોડી રાત સુધી કામગીરી ચાલુ રહીઃ પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. પરમાર અને પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી તથા ટીમોની કાર્યવાહી

રાજકોટઃ શહેરના થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના કુબલીયાપરા વિસ્‍તારમાં સાંજે દેશી દારૂની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં મહિલાઓ સહિત ચાર વિરૂધ્‍ધ દારૂના ગુના દાખલ કરવામાં આવ્‍યા હતાં. પોલીસે રૂા.૫૭૦૦નો ૨૮૫ લિટર દેશી દારૂ કબ્‍જે કર્યો હતો. તેમજ રૂા. ૨૪૦૦નો ૧૨૦૦ લિટર આથો કબ્‍જે કર્યો હતો. આ ઉપરાંત મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. દેશી દારૂ બનાવવાના સાધનોનો, સામગ્રીનો જેસીબીથી નાશ કરવામાં આવ્‍યો હતો. પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. પરમાર, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ડી. સ્‍ટાફની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસે કુબલીયાપરા-૫ વોંકળા કાંઠેથી શીવા પ્રવિણ સોલંકીને રૂા.૧૦૦ના દારૂ સાથે, સુભાષ ચમન સોલંકીને રૂા. ૫૪૦૦ના દારૂ સાથે પકડયો હતો. જ્‍યારે વિજય ઉર્ફ અજય ઉમેશ સોલંકીના ઘરમાંથી રૂા. ૨૪૦૦નો ૧૨૦૦ લિટર આથો જપ્‍ત કરાયો હતો. તે ઘરે મળ્‍યો નહોતો. આજી વસાહતના શોૈચાલય નજીકથી લક્ષ્મીબેન બિપીન નંદાસીયાને પણ રૂા. ૨૦૦ના દારૂ સાથે પકડી લેવાઇ હતી. (૧૪.૬)

(3:08 PM IST)