<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

પનીર-મીઠી ચટણી અખાદ્ય સાબિતઃ રૂા. ૬.૫૦ લાખનો દંડ

મનપા દ્વારા હુસેની ચોક ખાતેથી ઇમ્‍તિયાઝભાઇ કાણીયા તથા હાથીખાનામાં ઇશ્વરભાઇ કાકુ પાસેથી નમૂના લેવાયેલા , જેમાં ભેળસેળ ખુલી

રાજકોટ,તા. ૨૫:  મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્યપદાર્થના ૨ નમૂના ફેઇલ (સબસ્‍ટાન્‍ડર્ડ) જાહેર થતાં નામદાર એજયુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા.૬.૫૦ લાખ દંડના હુકમ કરવામાં આવેલ છે.

મનપાની સતાવાર યાદી મુજબ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા રામનાથપરા, હુસેની ચોક, આર.કે.પ્રોવિઝનની સામે,મુકામેથી પનીર (લુઝ) નો નમુનો પુથ્‍થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વનસ્‍પતિ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્‍ટાન્‍ડર્ડ'જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ઇમ્‍તિયાઝભાઈ જુમાભાઇ કાણિયાને રૂા.૫ લાખનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત હાથીખાના શેરી નં.૩, રામનાથ કૃપા, મુકામેથી મીઠી ચટણી (પ્રિપર્ડ-લુઝ) નો નમુનો પુથ્‍થકરણ રિપોર્ટમાં સીન્‍થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્‍ટાન્‍ડર્ડ' જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ઇશ્વરભાઇ લાલજીભાઇ કાકુને રૂા.૧.૫૦ લાખનો દંડનો હુકમ કરવામાં આવેલ છે. (૨૨.૩૨)

 

નીટ-યુજી પેપર લીક કૌભાંડની કીંગપીન સંજય મુખીયા ઉર્ફે લુટા કોણ છે?

નવી દિલ્‍હી, તા., ૨૫: નીટ-યુજી પેપર કૌભાંડે દેશમાં હલચલ મચાવી દીધી છે. રોજેરોજની તપાસ દરમિયાન અવનવી હકિકતો બહાર આવી ગઇ છે. એક રિપોર્ટ મુજબ બિહારના સંજીવ મુખીયાનું નામ મેડીકલ પ્રવેશ પરીક્ષા પેપર લીક કૌભાંડના મુખ્‍ય આરોપી તરીકે ઉપસી રહયું છે.

સંજીવ મુખીયા કોણ છે?

સંજીવ મુખીયા લુંટાના નામથી પણ ઓળખાય છે. તે નુરસરાઇ હોર્ટીકલ્‍ચર કોલેજ, નાલંદામાં ટેકનીકલ આસીસ્‍ટન્‍ટ તરીકે કામ કરે છે. જેને કૌભાંડના માસ્‍ટર માઇન્‍ડ તરીકે જોવામાં આવી રહયો છે. ઇકોનોમીક ઓફેન્‍સ વીંગ અને પટના પોલીસની તપાસ દરમિયાન મુખીયા અને તેના પુત્ર ડો.શિવકુમાર ઉર્ફે બીટુનું નામ બહાર આવ્‍યું છે. તેના ઘર અને ગામડામાં દરોડા દરમિયાન મુખીયા મળી આવ્‍યો નથી. તેના પુત્રની બીપીએસસી ટીઆરઇ ૦૩ પ્રશ્નપત્ર લીક મામલે ધરપકડ કરવામાં આવી છે. બિહારના એજયુકેશન માફીયા રણજીત ડોન સાથે મુખીયા જોડાયેલો હતો.

બીટુના પિતા સંજીવ મુખીયા ટીઆરઇ પેપર લીક કૌભાંડના કાવતરાખોર છે અને તેની ગયા વર્ષે પણ ધરપકડ કરવામાં આવી હતી. બીટુ અને તેના પિતા ર૦૧૭માં પટનાના પત્રકારનગરમાં નીટ પરીક્ષાપત્ર લીકમાં સંડોવાયેલા હતા. તેઓ આ વર્ષે યુપી કોન્‍સ્‍ટેબલ  પરીક્ષા લીક મામલાના માસ્‍ટર માઇન્‍ડ ડો.શુભમ મંડલ સાથે કસ્‍ટડીમાં જઇ ચુકયા છે. તેવું બહાર આવ્‍યું છે કે બીટુ ગેંગે નાગરનૌસુવા પોલીસ સ્‍ટેશનના બલવા શાહપુર (નાલંદા જીલ્લો) પેપર લીક કૌભાંડમાં મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો. તેજસ્‍વી યાદવે રાજય વિધાનસભામાં મામલાની પુરેપુરી અને પારદર્શી તપાસ માંગી છે.

(4:09 PM IST)