<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

૧ જુલાઈ ડોક્‍ટર્સ-ડેના દિવસે ડો.હિમાંશુ ઠક્કર અને ડો.કૃપા ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળની હોસ્‍પિટલનો ૧૮માં વર્ષમાં પ્રવેશ

સોમવારે રાહતદરે દાંત, કાન-નાક ગળા, એલર્જિ અને બહેરાશના રોગોનો નિદાન તથા સારવાર કેમ્‍પઃ ઇચ્‍છુક દર્દીઓએ અગાઉથી નામ નોંધાવી દેવું

રાજકોટ :    સૌરાષ્‍ટ્રની પ્રથમ હરોળની હોસ્‍પિટલોમાની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની અદ્યતન સર્જીકલ હોસ્‍પીટલ એન્‍ડ એન્‍ડોસ્‍કોપી સેન્‍ટર, ૧૭ વર્ષ પુરા કરી ૧૮ માં વર્ષ માં પ્રવેશ કરી રહી છે ત્‍યારે ૧ જુલાઈ ના રોજ રાહત દરે કાન,નાક તથા બહેરાશ ના રોગો નો નિદાન અને સારવાર કેમ્‍પ. વિદ્યાનગર મેઇન રોડ,૨૦૨-લાઇફ લાઇન, બીજે માળે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

 દર  વર્ષે ૧ જુલાઈ ના રોજ છેલ્લા ૧૭ વર્ષથી  માનવ સેવા યજ્ઞ રૂપી  કેમ્‍પ નું જરૂરીયાત મંદ  દર્દીઓ માટે આયોજન  કરવામાં આવે છે, ઠક્કર હોસ્‍પિટલ ખાતે કાન નાક ગળા ના સર્જન ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ ૨૨ વર્ષથી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેક્‍ટિસ કરી રહ્યા છે.

તેઓ આ કેમ્‍પમાં સેવા આપશે જે દર્દીઓને નાકમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, કાયમી માથું દુખવું, કાયમી શરદી રહેવી,નાક માંથી પાણી પડવું,તેમના માટે સાયનસ એન્‍ડોસ્‍કોપ અને કેમેરા દ્વારા જૂની શરદી, સાયનસ, તથા નાકના મસાનું,નાકની ત્રાસી હડકી વિ.નું નિદાન તથા તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન.નાક્‍સુર કે જેમાં આંખ માંથી સતત પાણી નીકળતું હોય તેનું નાક વાટે દૂરબીન વડે ચેકા ટાંકા વગરનું ઓપરેશન. કાનના રોગો જે દર્દીઓને કાનમાંથી વારંવાર રસી નીકળતા હોય, કાનના પડદાના  કાણાં, ,કાનની હડકી નો સડો,કાનની બહેરાશનું (ઓડિયોમેટ્રી), ચક્કર ,કાનના તમરા વિ. નું નિદાન તથા કાનનું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે.

ગળાના રોગો જેવા કે કાંકડા, સ્‍વર પેટીના રોગો, ઘોઘરો અવાજ,વ્‍યસનથી જકડાઈ ગયેલા મોઢા ની સારવાર,વારંવાર  મોં મા  ચાંદા,પડવા,મોઢું ઓછું ખુલવું  વી.  રોગોનું  નિદાન  અને  સારવાર થાયરોઇડ,પેરોટીડ  જેવી  લાળ ગ્રંથિ ના  રોગો, મો તથા ગાળા ના કેન્‍સર નું નિદાન તથા સારવાર,અને નાક  અને  કાન ના રોગો ના દર્દીને  દૂરબીન વડે ઓપરેશન કરવાથી માત્ર સવારથી સાંજ સુધી જ હોસ્‍પિટલમાં રોકાણ અને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે. ખાસ કરીને નાના બાળકોની શ્વાસનળી કે અન્નનળીમાં ફસાયેલ કોઈપણ વસ્‍તુ દૂરબીન વડે તાત્‍કાલિક અને સલામત રીતે કાઢી આપવામાં ખૂબ જ નામના મેળવી ચૂકેલા ડો. હિમાંશુ ઠક્કરે ૨૨ વર્ષ ની  જ્‍વલંત કારકિર્દી મા અનેક જટિલ અને કોમ્‍પ્‍લીકેટેડ  ઓપરેશનો પાર પાડ્‍યા છે તેની આખી એક સિરીઝ છે કે જેમાં માત્ર ૬-મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્‍ક્રૂ, ૧૧ મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્‍ઙ્ઘિંગ, ૨ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ કેપેસીટર, ૧ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ લોખંડની ટાંકણી દૂરબીન વડે કાઢી આપી આવી જ રીતે અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડી જેવા કે, ૯ મહિનાના બાળકની અન્નનળીમાંથી મેટલની ઘૂઘરી, ૩ વર્ષના બાળકની અન્નનળીમાંથી વાંકી વડેલી લોખંડની ખીલ્લી, ૭ વર્ષના બાળકની અન્નનળીમાંથી લોહચુંબક (૨ સે.મી.), વી. દૂરબીન વડે કોઈપણ જાતના કોંપ્‍લિકેશન વગર ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન પાર પાડી અનેક માસુમ બાળકોને નવજીવન આપ્‍યું છે. ડો. ઠક્કરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્‍ટ્રીય કક્ષાની જનરલોમાં પ્રસિદ્ધ થયેલ છે.  ડો. હિમાંશુ ઠક્કરે આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ એવોર્ડ અને પ્રાઈડ ઓફ સૌરાષ્‍ટ્રનો એવોર્ડ પણ મળેલ છે. લોહાણા મહાપરીષદ દ્વારા તેમને ઇન્‍ટરનેશનલ બેસ્‍ટ રઘુવંશી વ્‍યવસાયિક પ્રતિભા અવોર્ડ એનાયત થયેલ છે.

 તેઓને આઈ.એમ.એ.મેડએચિવર એવોર્ડ ઓફ મેરિટ પણ એનાયત થયેલ છે.  ઈન્‍ડિયા બૂક ઓફ રેકોર્ડમા પણ સ્‍થાન મળ્‍યું છે,  સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક સામાજિક સંસ્‍થાઓ દ્વારા તેમનું વિશેષ સન્‍માન પણ કરવામાં  આવ્‍યુ છે.

 ઇંન્‍ડિયન મેડિકલ અસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.ભૂતપૂર્વ પ્રેસીડેન્‍ટ ઈએન્‍ટી સોસાયટી ઓફ રાજકોટ,ભૂતપૂર્વ પ્રમુખ રઘુવંશી ડોકટર અસોશિએશન રાજકોટ તેઓ ભૂતપૂર્વ ટ્રેઝરર ઓફ એએસઆર,  લોહાણા મહાજન રાજકોટના મંત્રી પણ રહી ચૂકયા છે.

તેમની સાથે ડો. મિસીસ કૃપા એચ. ઠક્કર આ હોસ્‍પીટલમાં દાંતના સર્જન છે કે જેઓ છેલ્લા ૧૯ વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્‍ટિસ કરી રહ્યા છે અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્‍ટરી છે જેવી કે ડહાપણ દાઢ જેવી કે વાંકી, ત્રાંસી, એકદમ આડી જડબામાં ફસાયેલી વી. તેઓ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપે છે.

આ ઉપરાંત સિંગલ સિટિંગ રૂટ કેનાલ ટ્રીટમેન્‍ટ (RCT), દાંતના મૂળીયાની સારવાર તથા બાળકોમાં સડી ગયેલા દાંતની સારવારમાં તેઓની માસ્‍ટરી છે તે ઉપરાંત ફિક્‍સ દાંત, બત્રીસી, સિરામિક દાંત, દાંતની સુંદરતા વધારવા માટે ટુથ વ્‍હાઇટનિંગ તથા પેઢાના પાયોરિયાની સારવાર આધુનિક સાધનો વડે કરી આપવામાં આવે છે. ડેન્‍ટલ ઈમ્‍પ્‍લાન્‍ટ કે જેમાં જડબામાં સ્‍ક્રૂ નાખી ફિક્‍સ દાંત તથા જેના પર ચોકઠાં પણ બેસાડવામાં આવે છે તે સારવાર કરી આપવામાં આવે છે. નાના બાળકોની દાતની સારવાર પણ કરી આપવામાં આવે છે. આ તબક્કે  દાંત તથા કાન-નાક ગળા તથા બહેરાશ ના રોગો માટે રાહત દરે નિદાન તથા ખૂબ જ રાહત દરે સારવાર જરૂરિયાત મંદ દર્દીઓ માટે કાન-નાક  ગળા ના ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્‍પ મા  જેનિશા બોદર (ઓડિયોલોજિસ્‍ટ) પણ સેવા આપશે

 કેમ્‍પનો સમય :- તા. ૦૧-૦૭- સોમવાર સવારે ૧૦ થી ૧,  સાંજે ૪ થી ૬ સુધી અગાઉંથી નામ નોંધાવવું જરૂરી. કેમ્‍પનું સ્‍થળ :- ડો. ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્‍પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, ૨૦૨-લાઇફલાઇન બિલ્‍ડીંગ, બીજે માળે, રાજકોટ. નામ નોધાવવા માટે ફોન નંબર. ૦૨૮૧-૨૪૮૩૪૩૪.મો ૯૧૦૬૧ ૧૯૦૩૮.

(11:04 AM IST)