<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

રાજકોટ - અમદાવાદ છ માર્ગીયનું ૯૮% કામ પૂર્ણ : મુસાફરીમાં ૪૦ મીનીટનો બચાવ

૩૬ ફલાયઓવર અને ૩૦ અન્‍ડરપાસનું કામ પૂર્ણ : કુવાડવા અને સાત હનુમાન મંદિર પાસેનું કામ પ્રગતિમાં : સિકસલેન રોડ પ્રોજેકટની લંબાઇ ૨૦૧.૩૩ કિ.મી. : કુલ ખર્ચ ૩૩૫૦ કરોડ : હીરાસર એરપોર્ટને લાગુ કામ ચાલુ : રસ્‍તો પહોળો થવાથી અકસ્‍માતો ઘટયા અને ઇંધણમાં બચત

રાજકોટ - અમદાવાદ વચ્‍ચે નવા બનેલા છ માર્ગીય રોડની ઝલક

રાજકોટ તા. ૨૭ : સૌરાષ્‍ટ્ર તરફ આવવા - જવા માટે મહત્‍વનો ગણાતો રાજકોટ - અમદાવાદ રોડ છ માર્ગીય કરવાનું કામ પૂર્ણતાના આરે છે. કુવાડવા અને રાજકોટ નજીકના ૭ હનુમાન મંદિર પાસે કામ ચાલુ છે. રોડનું ફીનીશીંગ કામ ૩૧ જુલાઇ સુધીમાં પૂર્ણ થઇ જશે. દિવાળી આસપાસના સમય સુધીમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ થઇ જવાની ધારણા છે. સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ પ્રોજેકટનું ૯૮ ટકા કામ પૂラરું થયું છે. રસ્‍તો એકદમ પહોળો થવાથી રાજકોટ - અમદાવાદ કારમાં મુસાફરીથી અગાઉ કરતા ૪૦ મીનીટ જેટલો સમય ઓછો થાય છે. સમયની બચત ઉપરાંત પેટ્રોલ - ડીઝલ જેવા ઇંધણનો બચાવ થાય છે અને રોડ અકસ્‍માતનું પ્રમાણ ઘટયું છે.

સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ પ્રોજેક્‍ટની કુલ લંબાઈ- ૨૦૧.૩૩ કી. મી. અને પ્રોજેક્‍ટની સુધારેલ મંજુરીની રકમ - રૂ. ૩૩૫૦.૦૦ કરોડ છે. વર્ષ ૨૦૨૪ માં અત્‍યારસુધી આ પ્રોજેક્‍ટના મુખ્‍ય કેરેજ વેના ડામરકામની ૧૯૭ કિમીની લંબાઈ પૈકી ૧૯૩ કિમી એટેલે કે આશરે ૯૮% સળંગ કામગીરી પુર્ણ કરી દીધેલ છે તથા ૩૨ ફલાયઓવર / અન્‍ડરપાસ પૈકી ૩૦ પૂર્ણ, ૨ પ્રગતિ હેઠળ છે જયારે ૬ મેજર બ્રિજ પૈકી ૪ પૂર્ણ અને ૨ પ્રગતિ હેઠળ છે. આમ આ પ્રોજેક્‍ટમા આશરે ૯૫%થી વધુ જેટલી કામગીરી હવે પૂર્ણ થયેલ છે.

છેલ્લા છ મહિનામાં તારાપુર ફલાયઓવર, ડોલિયા ફલાયઓવર, જાનીવડલા અન્‍ડરપાસ, શાપર પીયુપી, સાતહનુમાન ફલાયઓવર (જમણી બાજુ), નાલા બ્રીજ, લાલપરીબ્રીજ, બેટી બ્રીજ, હરબડ પુલ, એમ કુલ ૯ ફલાયઓવર/બ્રીજની કામગીરી પૂર્ણ કરેલ છે અને ટ્રાફિકની અવર-જવર માટે ખુલ્લા મુકેલ છે.

ફેઇઝ ર - ની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત  રૂ.૨૫૨.૨૧ કરોડના ખર્ચે સનાથલ બ્રીજ અને રૂ. ૫૨.૫૩ કરોડના ખર્ચે હીરાસર એરપોર્ટ ટ્રમ્‍પેટની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.  જેમ પ્રોજેક્‍ટની કામગીરી પૂર્ણ થતી ગઈ છે તેમ મુસાફરીના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો છે.જુલાઈ-૨૦૨૩ માં અમદાવાદ થી રાજકોટ નું કુલ ૨૦૦ કી.મી. અંતર સરકાર દ્વારા કરવામાં આવતા સર્વે મુજબ કાર દ્વારા ૩ કલાક અને ૨૦ મિનીટમાં પૂર્ણ થતું હતું.

જે ઘટીને સપ્‍ટેમ્‍બર-૨૦૨૩ માં ૩ કલાક અને ૧૦ મિનીટ માં પૂર્ણ થતું હતું જયારે, ફેબ્રુઆરી- ૨૦૨૪ માં મુસાફરીનો સમય ઘટીને ૨ કલાક અને ૪૦ મિનીટનો થયો છે. આમ મહત્તમ કામગીરી પૂર્ણ થવાથી વાહનોના સમય ઇંધણમાં બચત થઈ છે અને અકસ્‍માતોમાં પણ ઘટાડો થયો છે. તેવું તારણ નીકળ્‍યું છે.

પૂર્ણ - પૂર્ણતાના આરે હોય

તેવી કામગીરી

* છ માર્ગીય મુજબ રસ્‍તાની ડામર કામગીરી

* શહેરી વિસ્‍તારોમાં સર્વીસ રોડ

* મીડિયન / એવન્‍યુ પ્‍લાન્‍ટેશન

* એ. ટી. એમ. એસ. (એડવાન્‍સ ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમ) - કેમેરા

* રોડ ફર્નીચર

* ઓવરહેડ ગેન્‍ટ્રી

* વેહીકલ રેસ્‍ક્‍યુ પોસ્‍ટ જેમાં ૧ એમ્‍બ્‍યુલન્‍સ, ૧ કેન, ૧ પેટ્રો વેહીકલ

* બસ-બાય, ટ્રક-લે-બાય.

* ટોલ બૂથનું ફિનિશિંગ કામ અને રંગકામ

* મુખ્‍ય અને માઇનોર જંકશન

*   પેવમેન્‍ટ માર્કિંગ

*થાર્મોપ્‍લાસ્‍ટીક પેઈન્‍ટ અને સેન્‍ટર લાઈન માર્કિંગ.

(11:23 AM IST)