<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

પંદર-પંદર ગુનાઓમાં સામેલ ભગવતીપરાના સાવન અને સલિમને પાસામાં ધકેલી દેવાયા

જયપ્રકાશ નગરના શખ્‍સો સામે મારામારી, લૂંટ, ચોરી, દારૂ, હત્‍યા, હત્‍યાની કોશિષ, આર્મ્‍સ એક્‍ટ સહિતના ગુનાઓ : પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં બી-ડિવીઝન પીઆઇ કરપડા અને ટીમ તથા પીસીબીની ટીમે વોરન્‍ટ બજવણી કરી વડોદરા તથા સુરત જેલહવાલે કર્યા

રાજકોટ તા. ૨૭: મારામારીની ટેવ ધરાવતાં અને અગાઉ પંદર-પંદર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભગવતીપરાના બે શખ્‍સોને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધા છે.

ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર સુખસાગર હોલની સામે રહેતાં સાવન મીઠાભાઇ પરમાર (ઉ.વ.૩૦) અને જયપ્રકાશનગર-૧૪/૮ના ખુણે ચામુંડા કરિયાણાવાળી શેરીમાં રહેતાં સલિમ ઉર્ફે સલ્લુબાપુ હનીફશા શાહમદાર (ઉ.વ.૩૪)ને પાસા તળે અનુક્રમે વડોદરા અને સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા છે.

સાવન વિરૂધ્‍ધ પ્ર.નગર, બી-ડિવીઝન, એ-ડિવીઝનમાં મારામારી, લૂંટ, દારૂ, જાહેરનામા ભંગ, આર્મ્‍સ એક્‍ટ, ચોરી સહિતના ૧૫ ગુના નોંધાઇ ચુક્‍યા છે. જ્‍યારે સલિમ ઉર્ફ સલ્લુબાપુ વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મારામારી, લૂંટ, હત્‍યા, હત્‍યાની કોશિષ, દારૂ સહિતના ૧૫ ગુના નોંધાઇ ચુક્‍યા છે. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર બી-ડિવીઝન પોલીસે તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજુર કરી હતી. પાસા વોરન્‍ટની બજવણી ઇન્‍ચાર્જ પીઆઇ કે. જે. કરપડા, હીરાભાઇ રબારી, ડી. સ્‍ટાફ ટીમ અને પીસીબીની ટીમે કરી હતી.

(2:15 PM IST)