News of Thursday, 27th June 2024
કાલે અને શનિવારે ૬ વોર્ડમાં પાણીકાપ
તા. ૨૮ના વોર્ડ નં. ૧૧ અને ૧૨ના અંબિકા ટાઉનશીપ, વાવડી, પુનિત પાર્ક, રસુલપરા તથા તા. ૨૯ના વોર્ડ નં. ૭, ૧૪, ૧૭ અને ૧૮ના વિજય પ્લોટ, ઢેબર રોડ, વાણીયાવાડી, કોઠારીયા કોલોની, નારાયણનગર, સ્વાતી પાર્ક સહિતના વિસ્તારમાં પાણી વિતરણ નહિ થાય : મનપા તંત્રની સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. ૨૬ : ભાદર યોજના આધારીત ભાદર ડેમ થી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઈન ઘણીજ જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોય, તા.૨૮ શુક્રવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.૧૧(પાર્ટ),૧૨(પાર્ટ) તથા તા.૨૯ શનીવારનાં રોજ ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબરરોડના (વોર્ડ નં.૭ પાર્ટ,૧૪ પાર્ટ,૧૭ પાર્ટ), નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.૧૮(પાર્ટ)) તથા સ્વાતીપાર્ક હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.૧૮(પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે તેમ મનપાના વોટર વર્કસ વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે.
ક્યા ક્યા વિસ્તારોમાં અસર
તા. ૨૮ના શુક્રવારે ૪ વાવડી હેડવર્કસ આધારિત વિસ્તારો એટલે કે વેસ્ટ ઝોનમાં ૧૧-પાર્ટ અંબિકાટાઉનશીપ-પાર્ટ, ૧૨-પાર્ટ વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્નબ, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા.
તા. ૨૯ના શનિવારે ૧ ગુરૂકુળ આધારિત ઢેબર રોડ સાઈડનાં આધારિત વિસ્તારોમાં ૭-પાર્ટ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.
૧૪-પાર્ટ વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.
૧૭-પાર્ટ નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરૂજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.
૨ નારાયણનગર આધારિત વિસ્તારોમાં ૧૮ પાર્ટ ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-૧, હરીદ્વાર-૨, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઇ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેઇલવે બોર્ડ ક્વાટર્સ, શુભમપાર્ક, સીતારામ સોસાયટી, સોલ્વંટ ક્વાટર્સ,
૩ સ્વાતીપાર્ક આધારિત વિસ્તારોમાં ૧૮ પાર્ટ ગુલાબનગર,સોમનાથ ઇંડસ્ટ્રીઝ, ઇશ્વરપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવપાર્ક, મંગલપાર્ક, રાધાપાર્ક,આદર્શપાર્ક, શ્યામપાર્ક, રામેશ્વર રેસીડેંસી, રેઇનબો રેસીડેંસી, જયપાર્ક, શિવ સાગરપાર્ક, સુરભી રેસીડેંસી, જયરામપાર્ક, મયુર પાર્ક, સિલ્વર રેસીડેંસી, ખોડલધામ, સુરભી રેસીડેંસી, શ્યામકિરણ સોસાયટી, આદર્શ ગ્રીન, આદર્શ શિવાલય, આદર્શ શિવાલય-૨, શનપાર્ક, પ્રમુખરાજ સોસાયટી, ગધાધરપાર્ક, શિવ સાગર પાર્ક, શ્રી રામ વાટીકા, ગોલ્ડન રેસીડેંસી, સત્યમપાર્ક, સુંદરમપાર્ક, નવું રાધેશ્યામ પાર્ક, આસોપાલવ વાટીકા વગેરેનો સમાવેશ થાય છે.
(2:33 PM IST)










