News of Thursday, 27th June 2024
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વધુ ૭૨ વેપારીઓ દંડાયા
૬.૨૪ કી.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂા. ૨૨,૨૦૦નો વહીવટી ચાર્જ વસુલ

રાજકોટ તા. ૨૭ : મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે તારીખ ૨૬ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.૨૬ના ત્રણેય ઝોનમાંથી કુલ ૭૨ આસામીઓ પાસેથી ૬.૨૪ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૨૨,૨૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.
સેન્ટ્રલ ઝોન
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૫ આસામીઓ પાસેથી ૨.૫૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૫૫૫૦નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોન
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૦ પાસેથી ૨.૯૬ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૬૩૦૦ નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટઝોન
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૭ પાસેથી ૦.૭૫ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથીરૂ.૧૦૩૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર,સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
(2:53 PM IST)










