<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે બાલવાટિકામાં ૪૮૭પ અને ધો. ૧ માં ૧૯૦૧ બાળકોને પ્રવેશ

પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પડધરી તાલુકામાં, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રાજકોટ તાલુકામાં ડી.ડી.ઓ. નવનાથ ગવ્‍હાણે જામકંડોરણા તાલુકામાં ઉપસ્‍થિત

જામકંડોરણા તાલુકાની સાજડીયાળી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્‍સવમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્‍હાણેએ હાજરી આપેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ર૭ :.. રાજય સરકાર આયોજિત શાળા પ્રવેશોત્‍સવ અનુસંધાને રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં તારીખ ર૬ થી તા. ર૮ સુધી પ્રવેશોત્‍સવનો ગઇકાલે મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે, પડધરી તાલુકાની ન્‍યારા પ્રાથમિક શાળા, મોવૈયા, તા. શાળા, મોવૈયા કન્‍યા તા. શાળા, સરદાર પટેલ વિદ્યાલય અને કન્‍યા વિદ્યાલય ખામટા ખાતે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્‍યો હતો.

રાજકોટ જિલ્લામાં રાજયના નાયબ સચિવ તથા ઉપસચિવ કક્ષાના કુલ ૭ અધિકારીઓએ પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શ્રી પ્રભવ જોષી, કલેકટર રાજકોટ તાલુકાની સાતડા પ્રા. શાળા, કુચિયાદડ પ્રા. શાળા, બેટી (રામપરા), પ્રા. શાળા તેમજ પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ રાજકોટ તાલુકાની કુચિયાદડ પ્રા. શાળા અને બેટી (રામપરા) પ્રા. શાળા ખાતે હાજરી આપી હતી. શ્રી નવનાથ ગવ્‍હાણે, જિલ્લા વિકાસ અધિકારીએ જામકંડોરણા તાલુકાની સાજડીયાળી પ્રા. શાળા, ધોળીબાર તા. શાળા, બી. એમ. રાણપરીયા, હાઇસ્‍કુલ ધોળીબાર ખાતે હાજરી આપી હતી. જિલ્લા પંચાયતના સદસ્‍ય, તાલુકા પંચાયતના સદસ્‍ય પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર અધિકારીઓ તેમજ જિલ્લા કક્ષાના ૭૪ રૂટનાં અધિકારીઓ, પદાધિકારીશ્રીઓએ કાર્યક્રમમાં હાજરી આપી પ્રોત્‍સાહન આપેલ હતાં. જિલ્લામાં પ્રથમ દિવસે પ્રવેશોત્‍સવમાં બાલવાટીકામાં ૪૮૭પ અને ધોરણ-૧ માં ૧૯૦૧ કુલ ૬૭૭૬ બાળકોએ પ્રવેશ મેળવેલ છે.ડો. નવનાથ ગવ્‍હાણે, જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી ડો. અશોક વાણવીએ ઝીણપવટપૂર્વક આયોજન કર્યુ છે.

(3:12 PM IST)