<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

લૂંટારૂ ટોળકીનો સુત્રધાર સમીર ઉર્ફ સમલો ઠેબાને એસઓજીએ દબોચ્‍યો

એક જ દિવસમાં પાંચ લૂંટ કરી પોલીસને દોડધામ કરાવી દીધી હતીઃ ત્રણ પકડાયા પછી ફરાર હતો : અગાઉ ૯ ગુનાઓમાં સામેલઃ પીઆઇ જે. એમ. કૈલાની ટીમને સફળતા : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, અને કોન્‍સ. વિરદેવસિંહ જાડેજાની સફળ બાતમી

રાજકોટ તા. ૨૭: શહેરમાં ગત ૧૮મીએ સવારના પ્‍હોરમાં ત્રણ સવારીમાં બાઇકમાં નીકળી છરી બતાવી લાગલગાટ પાંચ લૂંટ કરનારી ટોળકીના ત્રણ સાગ્રીતોને અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં. મુખ્‍ય સુત્રધાર એવો સમીર ઉર્ફ સમલો અબદુલભાઇ ઠેબા (ઉ.વ.૨૮-રહે. કોઠારીયા સોલવન્‍ટ ત્રણ માળીયા ક્‍વાર્ટર બ્‍લોક નં. ૧૦, રૂમ ૧૧૦)ને શહેર એસઓજીએ દબોચી લઇ એ-ડિવીઝન પોલીસને સોંપ્‍યો છે.

એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી પરથી ઝડપાયેલો સમીર ઉર્ફ સમલો રીઢા ગુનેગારની છાપ ધરાવે છે અને અગાઉ એ-ડિવીઝન, આજીડેમ, શાપર વેરાવળ, ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનોમાં ચોરી, લૂંટ, મારામારી, દારૂ સહિતના ૯ ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો છે. ગત અઢારમીએ લૂંટના ત્રણ ગુના બન્‍યા હતાં. જેમાં ત્રણ સવારીમાં ત્રણ શખ્‍સોએ જે તે લોકોને આંતરી છરી બતાવી રોકડ-દાગીના-મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. જે પૈકી એ-ડિવીઝન પોલીસમાં નોંધાયેલા ખેડુત માનસીંગભાઇ ઘોડને લૂંટી લેવાના ગુનામાં સામેલ સમીર ઉર્ફ સમલો સતત ફરાર હતો. તેને હવે પકડી લેવાયો છે.

અગાઉ ક્રાઇમ બ્રાંચની ટીમે સમીર ઉર્ફ સમલાના સાગ્રીતો ભરત ઉર્ફ ભરતો પોપટભાઇ પરમાર (ઉ.૨૧-રહે. કોઠારીયા સોલવન્‍ટ શિતળા ધાર), રમીઝ ઉર્ફ બચ્‍ચો ઇમરાનભાઇ જેસડીયા (ઉ.૧૯-રહે. સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ કવાર્ટર ૩/૨૭) અને નિલેષ ઉર્ફ ભુરી ઉર્ફ ભુરો ગોપાલભાઇ વાઘેલા (ઉ.૨૧-રહે. કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર શેરી નં. ૯)ને પકડી લઇ રોકડા ૪૫૦૦, સોનાની કડી ૧૨ હજારની અને બાઇક મળી કુલ ૬૬૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. જે. કૈલા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. વિરેન્‍દ્રસ્‍ંિહ જાડેજાએ આ કામગીરી કરી છે.

(3:35 PM IST)