News of Thursday, 27th June 2024
રાજેશ્વરીબેન મહેશભાઇ મહેતાનું અવસાન થતા પરિવાર દ્વારા ચક્ષુદાન
જે.એસ.જી.આઇ ડોનેશન ડ્રાઇવ અને વિવેકાનંદ યુથ કલબનો સંયુકત પ્રયાસ

રાજકોટઃ જૈન અગ્રણી અને લાખાજીરાજ વેપારી એસોસિએશનનાં પ્રમુખ મહેશભાઇ મહેતાનાં ધર્મપત્ની સ્વ.રાજેશ્વરીબેન મહેતાનું અવસાન થતાં પરિવાર દ્વારા ચક્ષુદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય કરી ચક્ષુદાન માટે જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટ.ફેડરેશનનાં આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઇ મોદી તથા વિવેકાનંદ યુથ કલબનાં માર્ગદર્શક મુકેશભાઇ દોશી અને કન્વીનર અનુપમભાઇ દોશી દ્વારા કરવામાં આવેલ. ચક્ષુનું દાન રાજકોટ સિવિલની આંખની હોસ્પિટલનાં ડોકટરો દ્વારા ચક્ષુદાન દ્વારા સ્વીકારવામાં આવેલ. બન્ને સંસ્થાઓનું ૧૧૦મુ ચક્ષુદાન છે.
શહેરીજનોને પોતાની આસપાસ પડોશમાં પરિવારમાં કે અન્ય કોઇના અવસાન વેળાએ ચક્ષુદાન માટે પ્રેરણા આપવા અને માનવતાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા સમિતિના અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬ અથવા ઉપેનભાઇ મોદી ૯૮૨૪૦ ૪૩૧૪૩ નો સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે.
(3:36 PM IST)










