<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

બાળકના જીવન ઘડતરમાં શિક્ષકો સાથે વાલીઓ જોડાય : વજુભાઇ વાળા

કાંગશીયાળી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્‍સવ પ્રસંગે ઉદ્‌બોધન

રાજકોટ નજીકના કાંગશીયાળી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રવેશોત્‍સવ પ્રસંગે વજુભાઇ વાળા, પ્રદીપ ડવ વગેરેએ હાજરી આપી હતી. (૯.૩૪)

રાજકોટ, તા. ર૭ : શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના ભાગરૂપે રાજકોટના કાંગશીયાળી ખાતે રસુલપરા વિસ્‍તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્‍કૂલમાં પૂર્વ રાજ્‍યપાલ શ્રી વજુભાઈ વાળા પૂર્વ મેયર શ્રી પ્રદીપભાઈ તથા વિસ્‍તારના કોર્પોરેટરો  અને પક્ષના વિવિધ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

શ્રી વજુભાઈ વાળાએ  જણાવ્‍યું હતું કે વિદ્યાર્થીઓમાં ખૂબ કુનેહ અને ગ્રહણ શક્‍તિ હોય છે શિક્ષકો એને સોનાની લગડી માંથી ઘરેણા બનાવે અને તેમાં વિદ્યાર્થીઓના વાલી પણ પૂરક બની મદદરૂપ થાય તે  આજના સમયે જરૂરી છે વિદ્યાર્થીઓને મોબાઈલ કે ટીવી ની રમતો કરતા મેદાન ઉપર રમતો રમાડવામાં આવે તો તેમની કલા અને રમતનું કૌશલ્‍ય ખૂબ જ સારી રીતે રજૂ કરી શકે છે  આ દિશામાં સરકાર પણ પ્રયત્‍નશીલ છે.

(3:37 PM IST)