<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

રવિવારે રાજકોટ માર્ગીય વૈષ્‍ણવ સાધુ સમાજ દ્વારા સરસ્‍વતી સન્‍માનઃ પ૭૦ છાત્રોને શિલ્‍ડ, શૈક્ષણીક કીટ અપાશે

રાજકોટ તા. ર૭: શહેરમાં કોઠારીયા રોડ, બાલા હનુમાન મઢી, બ્રહ્માણી હોલ સામે તા. ૩૦ ને રવિવારે સાંજે ૪ વાગ્‍યાથી શ્રી માર્ગી વૈષ્‍ણવ સાધુ સમાજ દ્વારા સરસ્‍વતી સન્‍માન સમારંભ યોજાશે. આ પ્રસંગે સંતશ્રી ભકિતરામ બાપુ (માનવ મંદિર, સાવરકુંડલા) આશીર્વચન આપશે.

પ૭૦ વિદ્યાર્થીઓને શિલ્‍ડ, પ્રમાણપત્ર તથા શૈક્ષણિક ઉપયોગી ચીજ-વસ્‍તુઓનું વિતરણ થશે. જેમાં સિલ્‍વર કન્‍જયુમર ઇલેકટ્રીકલ્‍સ પ્રા. લી.ના શ્રી ધરમશીભાઇ બેડીયા તથા અન્‍ય દાતાઓનો સહયોગ મળેલ છે. આ સમારોહને સફળ બનાવવા શ્રી માર્ગી વૈષ્‍ણવ સાધુ સમાજના ચેતનભાઇ ગોંડલીયા, લાલાભાઇ દાણીધારીયા, રાજુભાઇ કાપડી, નિલેશભાઇ દાણીધારીયા, સચિનભાઇ ગોંડલીયા, ભાવેશભાઇ દાણીધારીયા તેમજ અન્‍ય સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહેલ છે. તેમ લોકમેળા ફેઇમ કલાકાર-પત્રકાર તુલસીદાસ ગોંડલીયાની યાદીમાં જણાવેલ છે.

તસ્‍વીરમાં અમિતભાઇ ગોંડલીયા (ધનજંય ગ્રુપ), તુલસીદાસ ગોંડલીયા (પત્રકાર), જીજ્ઞ઼ેશભાઇ ગોંડલીયા, રમેશભાઇ સરદપડીયા, નિલેશભાઇ દાણીધારીયા, રાજુભાઇ કાપડી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 PM IST)