News of Thursday, 27th June 2024
કુવાડવા જી.આઇ.ડી.સી. પાસેથી રૂા.૫૭ હજારના દારૂ ભરેલી કારમાંથી અરબાજ પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ સંજયભાઇ દાફડા, કોન્સ વિજયભાઇ મેતા અને કુલદીપ સિંહ જાડેજાની બાતમીઃ ૧૬૮ બોટલ દારૂ, કાર,સહિત ૩.૬૪ લાખનો મુદામાલ કબજે

રાજકોટઃ તા. ૨૭: કુવાડવા રોડ જી. આઇ.ડી.સી.પાસે ઓવરબ્રીજ દારૂ ભરેલી કારમાંથી ચાલકને પકડી લીધો હતો.
મળતી વિગતમુજબ કુવાડવા રોડ જી.આઇ.ડી.સી. પાસેથી દારૂ ભરેલી કાર લઇને નીકળ્યો હોવાની ક્રાઇમબ્રાંચના હોેકન્સ સંજયભાઇ દાફડા કોન્સ વિજયભાઇ મેતા અને કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા કુવાડવા જી.આઇ.ડી.સી. પાસે ઓવરબ્રીજ પરથી કારમાંથી રૂા. ૫૭,૧૨૦ ની કિંમતની દારૂની ૧૬૮ બોટલ મળી આવતા ચાલક અરબાઝ જાકીરભાઇ શેખ (ઉ.વ. ૨૫) રહે આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૩૬ કવાર્ટરનં. ૧૯૯૬, કેવલમની સામે પુષ્કરધામ મેઇન રોડ ને પકડી લઇ દારૂની ૧૬૮ બોટલ કાર અને એક મોબાઇલ ફોન મળી રૂા. ૩.૬૪ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. અરબાઝ અગાઉ દારૂના બે ગુનામાં પકડાયો હતો. આ કામગીરી પી.આઇ.એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ ડી.સી. સાકરીયા એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ સંજયભાઇ દાફડા, હરદેવસિંહ રાઠોડ , વિજયરાજસિંહ જાડેજા, મયુરભાઇ મિયાત્રા કોન્સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(3:45 PM IST)










