<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

બાળકો જીવનમાં પ્રગતિ હાંસલ કરી માતા-પિતાના દરેક સ્‍વપ્‍નોએ ખરા ઉતરેઃ વજુભાઇ વાળા

શિક્ષણ સમિતિ દ્વારા કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવનો પ્રારંભ : પ્રથમ દિવસે નવા ૨૧૭૦ ભૂલકાઓનો પ્રવેશઃ કુમકુમ તિલક કરી સ્‍વાગતમ

રાજકોટ,તા. ૨૭: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રૂટ નં. ૧ થી ૧૧ માં શહેરની વિવિધ શાળાઓ જેવી કે શાળા નં. ૩૨,૧૩,૧૪,૩૩,૧૭,૬૮,૪૦,૬૬,૨૯,૭૬, ૮૯,૯૧,૫૬, ૫૯, ૪૮,૧૬,૮,૧૧,૬,૪, ૮૫,૫૨,૨૦ઇ, ૬૧. ૪૯ઇ, ૮૮, (SRP કેમ્‍પ) ઘંટેશ્વર પ્રાથમિક શાળા, માધાપર તાલુકા શાળા, મનહરપુર-૧ પ્રા. શાળા, મોટા મૌવા તાલુકા શાળા, રશુલપરા પ્રા. શાળા, શક્‍તિનગર પ્રા. શાળા શિક્ષણ સમિતિની કુલઃ ૩૩ અને શહેરની અન્‍ય માધ્‍યમિક શાળાઓ સાથે જોડાયેલ શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાલવાટીકામાં ૯૩૦ ભુલકાઓ, ધો. ૧, ના ૨૯૦ કુમાર અને ૨૯૧ કન્‍યાઓ મળી કુલ ૫૮૧ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્‍યો. આંગણવાડીમાં ૩૪૮ કુમાર અને ૩૧૭ કન્‍યાઓ મળી કુલ ૬૬૫ બાળદેવો ને પ્રવેશ કરાવવામાં આવ્‍યો. તેમજ સાથો સાથ ૫ કન્‍યાઓને વિદ્યાલક્ષ્મી બોન્‍ડનું વિતરણ કરવામાં આવેલ.

આ તકે બાળકોનો ઉત્‍સાહ વધારવા અને પ્રોત્‍સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા જેમાં માન વજુભાઈ વાળા, પૂર્વ રાજયપાલ, કર્ણાટક એ પોતાની આગવી શૈલી મુજબ શાળામાં ભણતર માટે આવતા બાળકોને તેમના જીવનમાં પ્રગતી હાંસલ કરી તેના માતા-પિતાના દરેક સ્‍વપ્‍નો પરી પૂર્ણ કરે. તેમજ સાથો સાથ ઉપસ્‍થિત વાલીઓને પણ પ્રતિજ્ઞા લેવડાવેલ કે તેમના બાળકોના અભ્‍યાસમાં કોઈપણ અવરોધ ઉભો નહિ કરે અને પ્રગતિના પંથ ઉપર નિરંતર ચાલવા માટે પ્રેરણા આપશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવીણકુમાર નિમાવત અને શાસનાધિકારી કિરિટસિંહ પરમારના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં નયનાબેન પેઢડીયા, મોહનભાઈ કુંડારિયા, મુકેશભાઈ દોશી , ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, વિશાલ ગુપ્તા, દેવાંગ દેસાઈ, બ્રિજેશકુમાર ઝા, રાજકોટ શહેર, સ્‍વપ્‍નીલ ખરે, ડો. જે.એચ. ઓઢવાણી , પ્રકાશભાઈ સોની, , નરેન્‍દ્રસિંહ જાડેજા,જયમીનભાઈ ઠાકર, લીલુબેન જાદવ, મનીષભાઈ રાડીયા, કમલેશભાઈ મિરાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડો. પ્રદીપભાઈ ડવ, પુષ્‍કરભાઈ પટેલ, વિનુભાઈ ઘવા, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, સુરેન્‍દ્રસિંહ વાળા, ચેતનભાઈ નંદાણી, હર્ષદભાઈ પટેલ,  અશ્વિનભાઈ મોલીયા, ડો. માધવભાઈ દવે , દેવાંગભાઈ માંકડ, અતુલભાઈ પંડિત, પરિમલભાઈ પરડવા,  પૂજાબેન પટેલ, રમેશભાઈ પરમાર, કાશ્‍મીરાબેન નથવાણી, વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, ડો. ચેતન લાલાસેતા, મહેશભાઈ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, હિતેશભાઈ ઢોલરિયા, ઉપપ્રમુખ, નયનાબેન સોલંકી, ભગવતીબેન ધરોડીયા, શિલ્‍પાબેન જાવિયા,  ઈલાબેન પડિયા, ડો. વિજયભાઈ ટોળિયા, ભરતભાઈ શીંગાળા, મયુરભાઈ શાહ, હરેશભાઈ જોશી, કિરણબેન માંકડિયા,લલીતભાઈ વાડોલિયા, યોગેશભાઈ ભુવા, કિશન ટીલવા અન્‍ય અધિકારીઓની પ્રવેશોત્‍સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્‍થિતિ રહી હતી.

 તા. ૨૮ મી, શુક્રવારે, રૂટ નં. ૧ થી ૧૧ માં ૯૬, ૧૫, ૭૨, ૪૯, ૨૩, ૭૮, ૫૮, ૯૬બી, ૯૯, ૯૫, ૯૪, ૬૪બી, ૬૩, ૬૫, ૫૧, ૬૨, ૯૨, ૬૪, ૮૩, ૮૨, ૮૧, ૧૯, કોઠારીયા તાલુકા શાળા, ગુલાબનગર પ્રા. શાળા, કે.કે કોટેચા તાલુકા શાળા, લક્ષ્મીનારાયણ પ્રા. શાળા, મુંજકા-૧, મુંજકો-૨ ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ યોજવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવીણકુમાર નિમાવત, તથા શિક્ષણ સમિતિના સંગીતાબેન છાયા, વિરમભાઇ સાંભડ, સુરેશભાઈ રાઘવાણી, જગદીશભાઈ ભોજાણી, વિક્રમસિંહ જાડેજા, જાગૃતિબેન ભાણવડીયા. રસિકભાઈ બદ્રકીયા, મનસુખભાઈ વેકરીયા, અજયભાઈ પરમાર, ઈશ્વરભાઈ જીતીયા. હિતેષભાઈ રાવલ, જયદીપભાઈ જલુ, રાજેશભાઈ માંડલિયા સહિતના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:46 PM IST)