News of Thursday, 27th June 2024
કોઠારીયા નાકાના બંને હોલ ફરી શરૂ કરાવોઃ હેતુફેર અંગે પગલા લોઃ આક્રોશ
વોર્ડ નં. ૭ ના દશાશ્રીમાળી વણીક જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલીત હોલના મુદ્દે લતાવાસીઓ મનપા કચેરી દોડી ગયા : અભિષેક અને મંગલમ હોલની મિલ્કતોમાં ગેરકાયદે બાંધકામ : જીમ સહિતની દુકાનો ભાડે આપી દેવાઇઃ સ્થાનીકોની મ્યુ.કમિશ્નર દેવાંગ ડી. દેસાઇ અને સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને પત્ર દ્વારા રજુઆતઃ યોગ્ય કરવા ખાત્રી

રાજકોટ તા. ર૭ :.. શહેરમાં કોઠારીયાનાકા વિસ્તારમાં દશાશ્રીમાળી ટ્રસ્ટ સંચાલિત, અભિષેક તેમજ મંગલમ હોલ આવેલ હતાં અને તે બન્ને હોલની ઉપર બીજા પણ બે હોલ આવેલ હતાં તે હોલને ગેરકાયદે કોમર્શીયલ ઉપયોગ શરૂ કરાતા લતાવાસીઓ દ્વારા હોલને ફરી શરૂ કરવા મ્યુ. કમિનર દેસાઇને અને સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને પત્ર પાઠવી પગલા લેવા માંગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ લતાવાસીઓ તેમજ ટ્રસ્ટના જ્ઞાતિજનો તેમજ શહેરીજનો ઉપયોગ કરતાં હતા અને તે સુવિધા ટ્રસ્ટની સારી અને પ્રેરણાદાયક કામગીરી હતી. પરંતુ અમુક ટ્રસ્ટીઓ પોતાનાં અંગત મળતીયાઓને લાભ અપાવવા માટે બન્ને હોલ વાળી જગ્યા તથા ઉપરના ભાગે આવેલ બે હોલની જગ્યાઓ ગેરકાયદેસર રીતે બીનઅધિકૃત રીતે સાર્વજનિક જગ્યાનો હેતુ ફેર કરાવ્યા વગર પરપ્રાંતિ બંગાલીઓને જીમ, તથા નીચેના ભાગે રોડ ઉપર શટરો મુકી અને દુકાનો બનાવી ગેરકાયદેસર રીતે ભાડે આપી દીધેલ છે.
આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટીઓએ ટ્રસ્ટીની મીલ્કત કે જ સાર્વજનિક હેતુની હતી તેનો હેતુફેર વપરાશ ચાલુ કરેલ છે. તે ગેરકાયદેસર છે, જે દુર કરી ફરી પાછી અગાઉની જેમ અભિષેક તેમજ મંગલમ હોલ શરૂ કરાવવા રજૂઆત કરાઇ છે.
ઉપરાંત હોલની ઉપરના ભાગમાં જે રીફાઇનરીઓ બનાવી ભાડે આપી દેવામાં આવેલ છે. તેના પ્રદુષણના કારણે રોડ ઉપર નિકળતા રાહદારીઓને આંખોમાં બળતરા અને ઉધરશ જેવી શારિરીક તકલીફ થાય છે આ રીતે જાહેર આરોગયને હાની થાય તે રીતે ઉપરોકત જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ થયેલ છે. તે બંધ કરાવવા પણ જણાવાયું છે.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ રાજકોટ મ્યુનિ. કોર્ર્પો. બાંધકામ પરવાનગી લીધા વગર ગેરકાયદેસર રીતે બીનઅધિકૃત રીતે બાંધકામ કરેલ હોય તે બાંધકામ તાત્કાલીક ડીમોલેશન કરી દુર કરવી અને તાત્કાલીક લાગુ પડતી સર્વે સરકારી કચેરીઓને તપાસ કરવા સુચના આપવા અને ગેરકાયદેસર બાંધકામ દુર કરી અભિષેક અને મંગલમ હોલ પુનઃ શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે.
આ અંગે મ્યુનિ. કમિશનર અને સ્ટે. ચેરમેનએ યોગ્ય કરવા ખાત્રી આપી છે.
(3:47 PM IST)










