<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

રાજકોટમાં બપોરે હાઉકલી કરી ગયા મેઘરાજા : મનમુકીને ક્‍યારે વરસશે ?

રાજકોટ : આ સપ્‍તાહના પ્રારંભથી જ રાજ્‍યભરમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે. છુટાછવાયા સ્‍થળોએ સારો એવો વરસી જાય છે. પરંતુ રાજકોટ શહેરમાં હજુ મેઘરાજા મનમુકીને વરસતા નથી. આજે બપોરે પણ થોડીવાર વરસી ગયો હતો.

ઘણા સમયથી શહેરીજનો અસહ્ય બફારા ગરમીથી ત્રસ્‍ત બની ગયા છે. વરસાદ દેવાવાળી કરે તો ગરમીથી રાહત મળે દરમિયાન આજે પણ સવારથી ધુપ-છાંવ માહોલ વચ્‍ચે બપોરે એકાદ વાગ્‍યાની આસપાસ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. પરંતુ થોડીવાર વરસી ફરી વરસાદ બંધ થઇ ગયો હતો.

વરસાદના લીધે રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા હતા. વરસાદ ચાલુ હતો ત્‍યાં સુધી વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. વરસાદ થંભી જતાં ફરી ઉકળાટ પ્રસરી રહ્યો છે. આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૩૦ વાગ્‍યે ૩૦ ડીગ્રી તાપમાન, ભેજ ૯૧ ટકા, પવનની ગતિ ૧૦ કિ.મી. અને ૮.૬ મી.મી. પાણી પડયું છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:48 PM IST)