<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ટુટીફુટી-પનીર-ઘી-દૂધમાં ભેળસેળ અંગે કુલ ૮ પાર્ટીને ૧૧ લાખનો દંડ ફટકારતા ચેતન ગાંધી

જલગાંવની નિર્લોસ કંપની ઝપટેઃ રાજકોટ-જેતપુર-તરઘડીના વેપારીઓ સામે કાર્યવાહી

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન તથા ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગે લીધેલા વિવિધ ખાદ્ય ચીજોમાં નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ એટલે કે ભેળસેળ વાળા સાબીત થતા અને તે અંગેના કેસો એડી. કલેકટર શ્રી ચેતન ગાંધી સમક્ષક ચાલી જતાં કુલ ૮ પાર્ટીને રૂા. ૧૧ લાખનો દંડ ફટકારી તાકિદે  ભરી દેવા હુકમો કર્યા હતાં.

આ અંગે વિગતો આપતા એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે જલગાંવની-નિર્લોસ કંપની ટુટીફુટીનું ઉત્‍પાદન કરે છે, તેનું સેમ્‍પલ સબ સ્‍ટાન્‍ડર્ડ થતા માલિક ઉજજવલસિંહ રાજપૂતને ૧ાા લાખ તથા રાજકોટના ડીલર ધ્રુમીલ કારીયાને ૧૦ હજારનો દંડ ફટકારાયો છે.

આ ઉપરાંત જેતપુરના ઉમરાળીના વેપારી પ્રવિણ ભૂંડીયાને ત્‍યાંથી ૧૬૦ લીટર દૂધમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ ખૂલતા રપ હજારનો દંડ, જેતપુરના દેવાયત-ખટાણાને પ૦ કિલો લૂઝ પનીરમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ સબબ બે કેસમાં ૪પ હજારનો દંડ ફટકારયો હતો.

આ ઉપરાંત દાણાપીઠ-રાજકોટમાં આવેલ વોલ્‍ગા કોર્પોરેશનને નયનદીપ ઘી ૧પ કિલોના ૧ર ટીનમાં નમુના સબ સ્‍ટાનડર્ડ થતા પેઢીના માલીક અને પેઢી બંને થઇને પ લાખનો દંડ અપાયો છે, પેઢીના માલિક ભુવનેશ ચંદ્રાણી છે.

તરઘડીના મુકેશ નથવાણીને નંદગાવ કાઉ ઘી, અને કુંજ કાઉ ઘી માં ભેળસેળ સબબ કુલ ર લાખનો દંડ અપાયો હતો, જયારે કોઠારીયામાં દૂધની ડેરીમાં ૩૦ લીટર  દૂધમાં ભેળસેળ સબબ પ્રતિક વસાણીને ર૦ હજારનો દંડ ફટકારાયાનું એડી. કલેકટરે ઉમેર્યું હતું.

(3:48 PM IST)