<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

બાળકોના ઉત્તમ ભવિષ્‍ય નિર્માણમાં સહયોગી બનીએઃ અલ્‍પાબેન તોગડિયા

કાંગશીયાળી, ઢોલરા અને પાળમાં શાળા પ્રવેશોત્‍સવ : બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન સફળ કરીએઃ સોનલ જોષીપુરા

 

રાજકોટ  તા. ૨૬ :  શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ - ૨૦૨૪ ની ૨૧ મી શળંખલાનો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની..... થીમ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રારંભ કરાયો છે, ત્‍યારે પ્રવેશોત્‍સવના બીજા દિવસે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના કાંગશિયાળી, ઢોલરા અને પાળ ગામે સ્‍વચ્‍છ સુઘડ શાળાઓના પ્રાંગણમાં રંગબેરંગી પરિધાનમાં આવેલા બાળકોના ખિલખિલાટ સાથે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો. 

      પંચાયત શિક્ષણ સમિતિના અધ્‍યક્ષશ્રી અલ્‍પાબેન તોગડીયાએ શૈક્ષણિક કારકિર્દીનું મહત્‍વ સમજાવી રાજ્‍ય સરકાર દ્વારા સો ટકા નામાંકન બાદ ગુણવત્તા યુક્‍ત શિક્ષણ મળી રહે તે રાજ્‍ય સરકારનો સંકલ્‍પ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને અપાતી શિષ્‍યવળત્તિઓની માહિતી પૂરી પાડી હતી. જ્‍યારે માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોશીપુરાએ શિક્ષણ એ વ્‍યક્‍તિના ઘડતરનો પાયો હોવાનું જણાવી શિક્ષણ થકી સ્‍વયં તેમજ રાષ્‍ટ્રના ઘડતરમાં ખૂબ જ મહત્‍વનું યોગદાન હોવાનું જણાવ્‍યું હતું. બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન સાર્થક કરવા આપણે દરેક દીકરીઓને દીકરા સામાન ગણી શિક્ષણ પૂરું પાડીએ તેવી ખાસ અરજ ઉપસ્‍થિત માતાઓને કરી હતી.

     શાળા પ્રવેશોત્‍સવ - ૨૦૨૪ અંતર્ગત કાંગશિયાળી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૫ કુમાર ૪ કન્‍યા સહિત કુલ ૯ તેમજ ધોરણ એકમાં ૫ કુમાર ૮ કન્‍યા સહિત કુલ ૧૩ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે  શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાયો હતો.

     જ્‍યારે પાળ ગામે પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૩, બાલ વાટિકામાં  ૧૨ બાળકો, ધોરણ ૧ માં ૧૦ બાળકો અને ધોરણ ૯ માં ૩૨ વિદ્યાર્થીઓને શ્રીમતી એમ.એચ. ગાડી ગાયત્રી હાઈસ્‍કૂલમાં પ્રવેશ મેળવ્‍યો હતો.

     માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોષીપુરા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્‍પાબેન તોગડીયા, મામલતદાર શ્રી બી.એન.ભાડ, સરપંચ સર્વે શ્રી કાંગસિયાળીના યોગેશભાઈ ઢોલરાના શોભનાબેન કાછડીયા, પાળગામના મનિષાબેન ટીલાળા સહિતના મહાનુભાવના હસ્‍તે વિદ્યાર્થીઓને પુરસ્‍કળત કરવામાં આવ્‍યા હતા. મહાનુભાવના હસ્‍તે સ્‍કૂલના પ્રાંગણમાં વળક્ષારોપણ કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત, સ્‍વાગત નળત્‍ય ગીત તેમજ બેટી બચાવો બેટી પઢાવો, વળક્ષારોપણ અને સ્‍વચ્‍છતાના સંદેશાઓ તેમના વક્‍તવ્‍યમાં આપ્‍યા હતા.

        ત્રણે શાળાઓમાં બી.આર.સી. શ્રી દર્શનભાઈ જોશી, સી.આર.સી પારુલબેન, આચાર્યશ્રીઓ ત્રિકમભાઈ રાઠોડ મનસુખભાઈ સાવલિયા, જયસુખભાઈ મારવણીયાના, હાઈસ્‍કૂલના પ્રિન્‍સિપાલ એસપી સ્‍વામી સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્‍યા હતા. વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના આ મહોત્‍સવમાં મોટી સંખ્‍યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:16 PM IST)