તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 27th June 2024
ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે શનિ-રવિ નિઃશુલ્ક મેગા ચેકઅપ કેમ્પ અને અવેરનેસ સેમીનાર
જુવેલાઇન ડાયબિટીસ ફાઉન્ડેશનની ૨૧ મી વર્ષગાંઠ નિમિતે આયોજન : બાળકોને ગીફટ વાઉચર અપાશે : ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારશે

રાજકોટ તા. ૨૭ : જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ૨૧ મી વર્ષગાંઠને અનુલક્ષીને ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે તા. ૨૯ અને ૩૦ ના શનિ-રવિ બે દિવસીય નિઃશુલક મેગા ચેકઅપ અને અવેરનેસ કેમ્પ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ ખાતે યોજવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક ટીમના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ, મીસ ગ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ, ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજા ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારશે. સાથોસાથ મનોરંજક કાર્યક્રમ યોજેલ છે.
સંસ્થા સાથે જોડાયેલ ર હજારથી વધુ બાળકો માટે ડો. નિલેશ દેત્રોજ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. સાગર બરાસરા, ડો. કૌશલ શેઠ, ડો. તપન પારેખ, ડો. ચેતન દવે, ડો. ઝલક શાહ ઉપાધ્યાય નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. અપુલ દોશી, અનિશ શાહ, રોહીત કાનાબાર, હરીકૃષ્ણ પંડયા, અમિત દોશી, અજય લાખાણી, મિતેષ ગણાત્રા ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે.
કેમ્પમાં જે બાળકો ટાઇપ-૧ આવશે તેઓની જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા અંદાજે રપ૦૦ રૂ.ની ભેટ ઉપરાંત ૩૦ જુનના જે બાળકો આવશે તેમના માટે અને તેમના પરિવારજનો માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરાઇ છે. આ માટે દાતા ઇસુઝુ મોટરવાળા જગતસિંહ જાડેજા, જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તથા રૂષીલ દવે, રાહુલ રાઠોડ, પાર્થ સચદે વગેરેનો સહયોગ મળ્યો છે.
આ કાર્યક્રમમાં મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ્સ), કમલનયનભાઇ સોજીત્રા (ફાલ્કન પમ્પસ), પ્રભુદાસભાઇ પારેખ (શિલ્પા જવેલર્સ), જગતસિંહ જાડેજા (ઇસુઝુ મોટર્સ), પુરૂષોતમભાઇ પીપરીયા (આર.સી.સી. બેંક સી.ઇ.ઓ.), શંભુભાઇ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ), ધીરૂભાઇ સુવાગીયા (ફાલ્કન પમ્પસ), હરીશભાઇ લાખાણી (અગ્રણી બિલ્ડર ડીએલએફ ગ્રુપ), પરેશભાઇ રૂપારેલીયા (લેન્ડ ડેવલપર્સ), પૃથ્વીરાજસિંહ જાડેજા (મદદનીશ ચેરીટી કમિશનર), મનેશભાઇ માડેકા (ચેરમેન રોલેક્ષ બેરીંગ્સ), જગદીશભાઇ કોટડીયા (ફાલ્કન પમ્પસ), રાજુભાઇ પોબારૂ (પ્રમુખ રાજકોટ લોહાણા મહાજન), પુનિતભાઇ ચોવટીયા (ચેરમેન યુનિટી સીમેન્ટ), કિશોરભાઇ ત્રિવેદી (સીનીયર આર્કીટેક), ડો. જીતેન્દ્ર અમલાણી (સીનીયર યુરોલોજીસ્ટ), મિતુલભાઇ મહેતા, હિતેશભાઇ કકકડ, અમિતભાઇ ગઢીયા, ડો. નવીનભાઇ શેઠ (પૂર્વ કુલપતિ જીટીયુ), જયેશભાઇ ઝવેરી (અગ્રણી દાતા), દેવાંગભાઇ માંકડ (પંચનાથ હોસ્પિટલ), મેહુલભાઇ રવાણી (અરિહંત ઇન્વેસ્ટમેન્ટ), ડો. કિરીટ પટેલ (મેટ્રોપોલીસ લેબ)૪ હર્ષદભાઇ અદાણી (શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર), ડો. મિલન પટેલ (ન્યુજેન લેબ), ડો. જે. પી. ભટ્ટ (ભટ્ટ પેથોલોજી), જયેશભાઇ ઉપાધ્યાય, અનુપમભાઇ દોશી (દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ), મયુરભાઇ શાહ (પંચનાથ હોસ્પિટલ), મેહુલભાઇ નથવાણી (રોટરી કલબ ઓફ ગ્રેટર)૪ રમેશભાઇ ઠકકર (શ્રીજી ગૌશાળા), અરવિંદભાઇ શાહ (મીડલેન્ડ સીમેન્ટ), નિપુણભાઇ દોશી (એડવોકેટ), સુનિલભાઇ કોઠારી, પીન્ટુભાઇ પટેલ (બોમ્બે સુપર હાયબ્રીડ સીડ્સ), અલ્પેશભાઇ કેસરીયા (ભગવતી ગ્રુપ), ડો. નિશાંત ચોટાઇ (ઓર્થો. સર્જન), ભરતભાઇ શાહ, કુમારભાઇ દોશી, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર, ડો. મહેશ વિડજા (ન્યુજેન લેબ)૪ જીમ્મીભાઇ દક્ષીણી (ચેરમેન રાજકોટ નાગરિક બેંક), નિલેશભાઇ ભોજાણી (પ્રેસીડેન્ટ રોટરી કલબ ઓગ ગ્રેટર), અતુલભાઇ દોશી, (કલાસિક ઇવેન્ટસ), અશોકભાઇ શાહ, પંકજભાઇ રાવલ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), અજયભાઇ ત્રિવેદી (લેન્ડ ડેવલપર્સ), રાહુલભાઇ મહેતા (અગ્રણી આર્કીટેકટ), ડો. રિધ્ધિબેન શુકલા (પ્રો. સૌ.યુનિ.), સંજયભાઇ બાજપાઇ (એમ્બીટા), ડાયાભાઇ કેસરીયા (રાધે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ), રાજભાઇ કકકડ (રવિ એગ્રી ઇમ્પેક્ષ), મનોજભાઇ ગાંધી (ફિનીકસ સ્પે. સ્ટીલ), ધર્મેશભાઇ મહેતા (તનીષ્ક), પરેશભાઇ દાવડા (નિલમ ચા), મિતુલભાઇ ધોળકીયા (ધોળકીયા સ્કુલ), ડો. હેમાંગ વસાવડા (ન્યુરો સર્જન), હરિતભાઇ મહેતા (ચેરમને સીટીઝન બેંક), સંજયભાઇ ચંડીભમ્મર (બિલ્ડર હોટલ ફર્ન), મહેન્દ્રભાઇ રાધનપુરા (કે. ડી. જવેલર્સ, વિપુલભાઇ બાર (હાર્ડવેર ખઝાના), હેમંતભાઇ પટેલ (બિલ્ડર્સ), અશોકભાઇ મીષાી (સીનીયર આર્કીટેક), જયદીપભાઇ વાધર (રોટરી કલબ ઓફ ગ્રેટર), મિતલભાઇ ખેતાણી (એનીમલ હેલ્પલાઇન), ડો. સચિન સિંઘ (ડીરેકટર એઇમ્સ), ભારતીબેન નાયક (ઇવેન્ટ ઓર્ગેનાઇઝર), રવિશકુમાર (એસ.ડી. કોડ) ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:22 PM IST)










