<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

લેખીત ભલામણ કાયદેસર જઃ લોકોના કામ ઝડપથી થશેઃ નેહલ શુકલ

શહેર ભાજપ પ્રમુખના પત્રનો મામલોઃ આ વહેલું કરવાની જરૂર હતીઃ કોર્પોરેટર અને સ્‍ટે.કમિટી સભ્‍યનું નિવેદન : પત્રથી અધિકારીઓની જવાબદારી ફિકસ થવાની સાથે નગરસેવકોને પણ કયા અને કોના કામ માટે ભલામણ કરી છે તેની સંપૂર્ણ માહિતી રહેશે

રાજકોટ તા.૨૭: શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા તમામ કોર્પોરેટરોને પત્ર લખી કામ લેખીતમાં સુચવવા તથા તેની એક કોપી પાર્ટીને આપવાની તથા બીજી પોતાની પાસે રાખવા જણાવ્‍યું હતું. જે મુદે આજે વોર્ડ નં.૭ના કોર્પોરેટર નેહલ શુકલએ પત્રકારોને જણાવેલ કે, મુકેશભાઇની પહેલ આવકારદાયક અને યોગ્‍ય છે પણ થોડી વહેલી સુચના અપાઇ હોય તો અધિકારીઓની જવાબદારી નકકી થઇ શકી હોત.

નેહલ શુકલએ વધુમાં જણાવેલ કે, ટીઆરપી ગેમઝોનની દુઃખદ ઘટના બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલ સીલીંગની તાબડતોડ પ્રક્રિયા પીડાદાયક હતી. સીલીંગ માટે પહેલા નોટીસ પાઠવવાની હોય છે અને ત્‍યારબાદ સીલ મારવાની કાયદાકીય  પ્રક્રીયા છે.

ટીઆરપીની દુઃખદ ઘટના બાદ તંત્ર દ્વારા સુધારા કરવામાં આવી રહયા છે. જાગૃતતાના અભાવને પણ દુર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. તેમણે વધુમાં જણાવેલ કે, ઘણીવાર સ્‍ટેન્‍ડીંગમાં અભ્‍યાસ વિના તથા કાયદાકીય વિરૂધ્‍ધની દરખાસ્‍તો આવતી હોય છે. જેના કારણે સંસ્‍થા, પક્ષ અને લોકોને ભોગવવું પડયું છે.વધુમાં શ્રી શુકલએ જણાવેલ કે, લેખીતમાં અધિકારીઓને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્‍યાનમાં આવે છે કે તેણે શેની ભલામણ કરી છે.

(4:36 PM IST)