<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

રાજકોટ સહિત જિલ્લાના ૬ માર્કેટયાર્ડના સુકાનીઓ પસંદ કરવા ભાજપ સેન્‍સ લેશે

ગોંડલ-જેતપુર યાર્ડ માટે વંદનાબેન મકવાણા, પ્રદીપ ખીમાણી મનસુખ ભુવા નિરીક્ષક પદેઃ બેડી યાર્ડ માટે હવે નિરીક્ષકો મૂકાશે

રાજકોટ તા. ર૭ :.. જિલ્લાના ૬ માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂરી થઇ હોવાથી નવા સુકાનીઓ પસંદ કરવા ભાજપે સેન્‍સ પ્રથા આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. સેન્‍સ પ્રમાણે નિર્ણય થાય કે નહિ તે નકકી નથી પણ અપેક્ષિત  સભ્‍યોની સેન્‍સ લેવાશે.

રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડના ચેરમેન - વાઇસ ચેરમેનની ચૂંટણી પ જૂલાઇએ છે. તેના માટે હવે નિરીક્ષકો નિયુકત થશે. ઉપલેટા-ધોરાજી માટે હસમુખ હિંડોચા, હિરેન હિરપરા અને વિભાવરીબેન દવેને સેન્‍સની જવાબદારી સોંપવામાં આવી છે. કંડોરણા માટે નિરીક્ષકોની જાહેરાત બાકી છે.

ગોંડલ અને જેતપુર માર્કેટ યાર્ડમાં ચૂંટણી તા. ર૯ જુને છે. બન્ને યાર્ડ માટે નિરીક્ષકો કાલે સેન્‍સ લેશે. નિરીક્ષક તરીકે કેશોદના પૂર્વ ધારાસભ્‍ય વંદનાબેન મકવાણા, ધારીના પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભૂવા અને જુનાગઢની સ્‍ટેન્‍ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન પ્રદીપ ખીમાણીને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

ઇફકોની ચૂંટણીમાં પાર્ટીના મેન્‍ડેટની સરેઆમ અવગણના કરવામાં આવ્‍યા પછી ભાજપમાં સહકારી ક્ષેત્રની સેન્‍સ પ્રથા ચર્ચાસ્‍પદ બની છે. સેન્‍સ પ્રમાણે પસંદગી થાય છે કે નહિ ? તે તો સમય જ બતાવશે.

(4:39 PM IST)