<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

રાજકોટના હરિહર ચોકમાં નાળાનો એક ભાગ બેસી ગયો :જુના ઘોડાગાડી સ્ટેન્ડવાળા નાળાનો ભાગ બેસી જતા તમામ ધંધાર્થીઓને હટાવી દેવાયા

રાજકોટમાં સર્વેશ્વર ચોક જેવી દુર્ઘટના થતા બચી : નાળા પરથી મહાકાય હોર્ડિંગ ઉતારી લેવાયું : અચાનક નાળાનો ભાગ નમી પડ્યો : સદનસીબે કોઈ જાનહાની નહીં

રાજકોટ :શહેરના હરિહર ચોકમાં આવેલ નાળાનો એક ભાગ બેસી જતા ભયનો માહોલ ફેલાયો છે, દાયકા જુના આ વોકળા પાસે જુના ઘોડાગાડી સ્ટેન્ડ વાળા નાળાનો એક ભાગ નમી જતા ત્યાંના કાંઠાના પાળી પાસેના તમામ ધંધાર્થીઓને હટાવી દેવાયા હતા

 અચાનક જુના ઘોડાગાડી સ્ટેન્ડવાળા નાળાનો એક ભાગ ઝૂકી જતા લોકોમાં ફાફડાટ ફેલાયો હતો સાવચેતીના ભાગરૂપે નાળા પરનું મહાકાય હોર્ડિંગ પણ ઉતારી લેવાયું હતું,

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ સર્વેશ્વર ચોકના વોંકળા પરની પાળી તૂટી પડી હતી અનેક લોકો વોંકળામાં ખાબકતા ઈજાગ્રસ્ત થયા હતા જોકે તેના જેવી દુર્ઘટના થતા બચી છે અને સદ્નસીબે કોઈ જાનહાની થઇ નથી

(10:27 PM IST)