News of Saturday, 29th June 2024
રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિષયક કાર્નિવલ

રાજકોટ તા.૨૯: રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં માઇક્રો, સ્મોલ, અને મીડીયમ, એન્ટરપ્રાઇઝ (MSME) દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે તારીખ ૨૭ જૂનને માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ માઈક્રો, સ્મોલ, અને મીડીયમ, એન્ટરપ્રાઇઝના વિકાસ અધિનિયમ હેઠળ લાભ આપવા માટે ઉજવવામાં આવે છે, જેનાથી શના સામાજિક આર્થિક વિકાસને લાભ મળે.
MSME એ આપણા દેશમાં સામાજિક આર્થિક વિકાસમાં મોટા ભાગે ફાળો આપે છે. MSME ને સમર્થન આપવું અને તેમને યોગ્ય પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહે, તે જ ઉદ્દેશ્ય સાથે રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રીન્યોરશિપ કાઉન્સિલ અને IDFC ફર્સ્ટ બેંકના સહયોગ અને સપોર્ટથી ‘સ્ટાર્ટઅપ કાર્નિવલ' નું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્મેસ્ટા જે કે વેન્ચર સ્ટુડીયોના ફાઉન્ડર તથા સી.ઈ.ઓ. શ્રી જતીન કટારીયાએ ખાસ હાજરી આપી અને પ્રેરણાદાયી સેશન લીધો હતો અને ૧૦ જેટલા સ્ટાર્ટઅપે પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત વ્યાસે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ અને એન્ટરપ્રીન્યોરશિપ કાઉન્સિલના CEO શ્રી પાર્થ સેજપાલ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન અંગે માહિતી મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા માર્ગદર્શન મેળવી શકાશે. IDFC ફર્સ્ટ બેંકના કરંટ અકાઉન્ટ મેનેજર શ્રી પાર્થિવ ગાંધી દ્વારા આઈડિયાને એર્ક્ષ્પ્લો કરવા સલાહ આપી હતી. ત્યારબાદ આ કાર્યક્રમ ના મુખ્ય અતિથી શ્રીમાન જતીન કટારીયા કે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમને સહયોગ આપનાર ત્ઝજ્ઘ્ ફર્સ્ટ બેંકના વડા દ્વારા બેન્કિંગ સિસ્ટમની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રીન્યોરશિપ કાઉન્સિલના ઘ્ચ્બ્ શ્રી પાર્થ સેજપાલ દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. આ સાથે કાર્નિવલમાં ૧૦ જેટલા અલગ-અલગ સ્ટાર્ટ-અપ આવેલ હતા, જેમાં સોમાની આફરીન અને સેજપાલ નીલ દ્વારા સંતરીપ્ત આહાર, જોશી હાર્દિક અને રાવળ હાર્દિક દ્વારા નેચર ટેક્રોહાઇવ, મીન્ટુ નિમાવત અને ડો. નિશાંત ગોપલાણી દ્વારા બાયો પેકેજિંગ, ડોબરિયા માર્ગી દ્વારા સોપ બોટલ / એનવાયરમેન્ટ ફ્રેન્ડલી ટુથ બ્રશ, તુલસી શિયાની અને શાની ભલગામડીયા દ્વારા ગેલેક્ષી ઈકો એનર્જી, કોટારિયા ચિરાગ અને કોટારિયા સુરેશભાઈ દ્વારા કેમિકલ ફ્રિ પ્રીઝર્વેટીવ પ્રોડક્ટ, કાર્તિક વ્યાસ અને અમિત વ્યાસ દ્વારા વ્યોજર ઓટો પ્રા.લી., કાછીયા હિરલ, કળપાલી અને ્વેયાશ ધુલિયા દ્વારા જયશ્રી ફૂડટેક સ્ટાર્ટ અપ દ્વારા વિકસાવાયેલ ઉત્પાદનોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ., મોદી સ્કુલ, ધોળકિયા સ્કુલ અને સ્વામીનારાયણ ગુરુકુળ સ્કૂલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મળીને ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
(2:37 PM IST)










