<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ગિરનારનો ઇતિહાસ : ઇતિહાસની અટારીએથી

નવયુગ પુસ્‍તક ભંડારના ૨ નવા ઐતિહાસિક પુસ્‍તકો બહાર પડયા : નવી પેઢી માટે ઘરમાં અચૂક વસાવવા જેવો વારસો : ડો. પ્રદ્યુમન ખાચર દ્વારા લખાયેલ અલૌકિક ગિરનારના અદ્‌ભૂત રસપ્રદ ઇતિહાસનું આલેખન : ઇતિહાસના અવનવા લેખોનો સચિત્ર સંગ્રહ : બંને પુસ્‍તકો મળી ૮૦૦ પેઇજનું વાંચન : ઐતિહાસિક વિગતો - ચિત્રોથી ભરપૂર મટીરીયલ્‍સ : અચૂક વસાવવા જેવા યાદગાર ઐતિહાસિક ગ્રંથો

જગત વિખ્‍યાત ગરવા ગિરનારનો આ જગતના કાળા માથાનો કોઇ માનવી તાગ લઇ શકે એમ નથી. એવો અલૌકિક પર્વત છે પણ તેમ છતાં સંતો, ભકતો, સાહિત્‍યકારો, ઇતિહાસકારો, રસિકજનોએ ગિરનાર વિશે લખવાનું ચાલુ રાખ્‍યું છે. ગિરનાર હિમાલયના પણ દાદા રૂપ સૌથી જૂનો પર્વત છે. આ પુસ્‍તકમાં ગિરનાર વિશે નવ પ્રકરણો આલેખવામાં આવ્‍યા છે. જેમાંથી વાચકોનો વિવિધ પ્રકારનો રસ સંતોષવાનો લેખકે પ્રયત્‍ન કરેલ છે. લેખક ખુદ જ જૂનાગઢમાં વસતા હોવાથી અને ઇતિહાસકાર તટસ્‍થ સંશોધકના નાતે ખૂબ જ ઊંડું મનોમંથન કરી સંપૂર્ણ આધારો તપાસી આલેખવાનો પ્રયત્‍ન કરેલ જણાય છે. તેમજ આ ગ્રંથના મોટાભાગના પાને - પાને યાદનોંધ આપેલ હોવાથી વાચકની વિશ્વસનીયતામાં બેજોડ વધારો કર્યો છે. આ ગ્રંથના અંતે સંદર્ભ સૂચિ મુકાયેલી. જેમાં અસલ ફાઇલો સંશોધકોને વિશેષ અભ્‍યાસ માટે પ્રેરી રહી છે. આ ગ્રંથમાં પ્રકરણના પ્રકરણને અનુરૂપ કેટલી તસવીરો મુકવામાં આવી છે. આ ગ્રંથના પ્રકરણો ઉપર નજર કરીએ તો ગિરનાર ઉપરના હિન્‍દુ સ્‍થાનકો, દાતાર ડુંગર ઉપરના સ્‍થાનકો, ગિરનાર તળેટીની આજુબાજુ આવેલ સ્‍થાનકો, ગિરનારની જાણવા યોગ્‍ય વિગતો, ગિરનાર પ્રકિર્ણ બાબતો ગિરનારની નવાબી કાળની વ્‍યવસ્‍થા, ગિરનાર ઉપર ભવિષ્‍યનું આયોજન, ગિરનાર ઉપરના જૈનતીર્થ સ્‍થળો, ગિરનાર ઉપર સાધના કરનારા સંતો અને મહાન વ્‍યકિતત્‍વો પર આધારભૂત ઇતિહાસ અને વાતો આલેખવામાં આવી છે.

 ગિરનારનો ઇતિહાસ

લેખક        : ડો. પ્રદ્યુમન ખાચર

પ્રકાશક      : નવયુગ પુસ્‍તક ભંડાર

             નવા નાકા રોડ,

             પહેલે માળે, રાજકોટ.

             મો. ૯૮૭૯૦ ૨૩૭૦૩

કિંમત       : ૬૦૦ (વિશેષ વળતરથી

             ૪૫૦ મળશે) (કુરીયર

             ચાર્જ ફ્રી)

પૃષ્‍ઠ : ૩૬૮

ઇતિહાસની અટારીએથી

લેખક        : ડો. પ્રદ્યુમન ખાચર

પ્રકાશક      : નવયુગ પુસ્‍તક ભંડાર

             નવા નાકા રોડ,

             પહેલે માળે, રાજકોટ.

             મો. ૯૮૭૯૦ ૨૩૭૦૩

કિંમત       : ૧૪૦૦

              (વિશેષ વળતરથી ૧૦૫૦                 મળશે) (કુરીયર  ચાર્જ ફ્રી)

પૃષ્‍ઠ : ૪૩૨

(3:17 PM IST)