News of Sunday, 30th June 2024
રાજકોટમાં સવારના 11 થી સાંજના આઠ વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો
બપોરના બે થી ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધુ એક ઇંચ: અનેક વિસ્તારમાં ઝાડ પડવાની અને પાણી ભરવાની ફરિયાદો ફાયર વિભાગનાં કંટ્રોલ રૂમમાં નોંધાઈ

રાજકોટ: ગુજરાતમાં આખું અઠવાડિયું મેઘમહેર રહેશે. હવામાન વિભાગે રાજકોટ સહિત
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી આપી છે, સાથે સાથે 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાવાથી બે દિશાના પવનો એકબીજા સાથે ટકરાતાં આ સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજકોટ શહેરમાં સવારે 11:00 વાગે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતુ. સાંજના 8:00 વાગ્યા સુધીમાં અઢ્ઢી જેવો વરસાદ પડી ગયો છે.
સવારના 11 વાગ્યાથી અને સાંજના 8 વાગ્યા સુધીમાં ર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં 52 મીની વેસ્ટ ઝોનમાં 59 મીમી તથા ઈસ્ટઝોનમાં 54 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બપોરે 2થી 3 વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ પડયો છે.
(9:34 AM IST)










