<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજકોટમાં વ્‍હેલી સવારથી રીમઝીમ : સવા ઇંચ

ગઇકાલે રવિવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું, પણ મેઘો વરસ્‍યો નહિ

રાજકોટ તા. ૧ : રાજ્‍યભરમાં ચોમાસુ ધીમે-ધીમે જામતુ જાય છે. દરરોજ કોઇને કોઇ જગ્‍યાએ વરસી જાય છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો અને આ લખાય છે ત્‍યારે સવારે ૧૦.૩૦ વાગ્‍યા સુધીમાં સવા ઇંચ પાણી પડી ગયાનું હવામાન વિભાગમાં નોંધાયું છે.

રાજકોટ શહેરમાં ગઇકાલે રવિવારે રજાના દિવસે આખો દિવસ વાદળાઓ છવાયેલા રહ્યા હતા. મેઘરાજા હમણા ધમાકેદાર એન્‍ટ્ર કરશે એવું લાગતું હતું પરંતુ વરસ્‍યો ન હતો. દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ - બફારો પ્રવર્તતો હતો.

દરમિયાન આજે વહેલી સવારથી વરસાદની એન્‍ટ્રી થઇ હતી. સવારે સાતેક વાગ્‍યાની આસપાસ સારૂ એવું જોર જોવા મળ્‍યું હતું. હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ ૩૯ મી.મી. પાણી પડી ગયું છે. આ લખાય છે ત્‍યારે વરસાદે વિરામ લીધો છે.(

(11:28 AM IST)