<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

હાથીખાનામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાઈઃ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્‍થળે પહોચીઃ કોઈ જાનહાની નહિ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૭માં આવેલ હાથી ખાના વિસ્‍તારમાં આજે સવારે ભારે વરસાદના કારણે જર્જરિત મકાનની  દિવાલ ઘસી જવા પામી હતી. આ ઘટના અંગેની સ્‍થાનિક લોકોએ મનપા તંત્રને જાણ કરતા ફાયર વિભાગ તથા મનપાના સબંધિત વિભાગનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો અને દિવાલનો કાટમાળ ખસેડી રસ્‍તો ચોખ્‍ખો કરવામાં આવ્‍યો હતો. અત્રે નોંધનીય છે કે, મનપા તંત્ર દ્વારા થોડા સમય પહેલા જર્જરિત મકાનને નોટિસ પણ પાઠવવામાં આવી હતી .હાલ આ મકાન ખાલી છે.(તસવીર- અશોક બગથરીયા)

(2:56 PM IST)