<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

૭૨ વેપારીઓ પાસેથી ૧૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડાયુ

પ્લાસ્ટીકનો ઉપયોગ તથા ગંદકી બદલ દુકાનદારને રૂ. ૧૯ હજારનો દંડ

રાજકોટ તા. ૧ : મહાનગરપાલિકાની પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.ઙ્ગ૨૯  થી ૩૦  દિવસઙ્ગદરમિયાન ત્રણેય ઝોનમાંથી કુલ ૭૨ પાસેથી ૧૦.૫૫૦ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૧૮,૭૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૭ આસામીઓ પાસેથી ૭.૧૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકઙ્ગ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૯,૨૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૧ આસામીઓ પાસેથી ૨.૯૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકઙ્ગ જપ્ત કરી તથા ગંદકી કરતા પાસેથી રૂ ૫,૮૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૪ આસામીઓ પાસેથીઙ્ગ૦.૫૦૦ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા પાસેથી રૂ.૩,૭૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ઙ્ગસેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.

(4:47 PM IST)