News of Monday, 1st July 2024
શહેરમાં સવારના ૪ થી આઠ વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ
સવારના ૬ થી ૭ માં સૌથી વધુ એક ઇંચ પડયો

રાજકોટ તા. ૧: ગુજરાતમાં આખું અઠવાડિયું મેઘમહેર રહેશે. હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી આપી છે, સાથે સાથે ૧ર જેટલા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સાઇકલોનિક સકર્યુલેશન અને અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાવાથી બે દિશાના પવનો એકબીજા સાથે ટકરાતાં આ સ્થિતિ ઉભી થઇ છે ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારે ૪ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુ઼ધીમાં પોણા બે ઇંચ વરસાદ પડી ગયો છે.
સવારના ૪ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં ૩૯ મીની વેસ્ટ ઝોનમાં ૪ર મીમી તથા ઇસ્ટ ઝોનમાં ર૩ મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બપોરે ૬ થી ૭ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડયો છે.
જયારે શહેરમાં સીઝનમાં કુલ ૬.રપ ઇંચ વરસાદ પડયો હોવાનું ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.
કયાં ઝોનમાં કયારે કેટલો વરસાદ
પડયોઃ ફાયર વિભાગમાં નોંધાયેલ આંકડા
ઝોન તા. ૩નાં સવારે સવારે સવારે સવારે કુલ
સવારે ૪ થી પ પ થી ૬ ૬ થી ૭ ૭ મી ૮
સેન્ટ્રલ ૦ર મી.મી. ૧૮ ૧૬ ૦૩ ૩૯ મી.મી. મી.મી. મી.મી. મી.મી.
ઇસ્ટ ૦૧ મી.મી. ૦૭ ૧૩ ૦ર ર૩
મીમી મીમી મીમી મીમી
વેસ્ટ ૦૪ મી.મી. ૧૪ રર ૦ર ૪ર
મીમી મીમી મીમી મીમી
(4:09 PM IST)










