<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજકોટ શહેર-જીલ્લામાં જમીન-મકાન-ફલેટ-પ્લોટની ખરીદ-વેચાણમાં તેજીનું વાવાઝોડૂઃ ૧૪ર૯૩ દસ્તાવેજો

જૂન મહિનામાં ફી અને સ્ટેમ્પ ડયુટી મળી સરકારને ૮૬ કરોડની તોતીંગ આવક મે કરતા જૂનમાં ૧૭૦૦થી વધુ દસ્તાવેજો વધ્યાઃ મોરબી રોડ પર સૌથી વધુ ૧૭૦૯ની નોંધણી...

રાજકોટ તા. ૧: રાજકોટ શહેર-જીલ્લામાં ફરી જમીન-મકાન-ફલેટ-પ્લોટના ખરીદ-વેચાણમાં મે કરતા જૂન મહિનામાં તેજીનું વાવાઝોડુ ફુંકાયું છે, મે કરતા જૂન મહિનામાં ૧૭૦૦થી વધુ દસ્તાવેજો વધ્યાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

જૂન મહિનામાં કુલ ૧૪ર૯૩ દસ્તાવેજો થયા તેમાંથી સરકારને ફી ની ૧ર કરોડ પપ લાખથી વધુ તથા સ્ટેમ્પ ડયુટીની ૭૩ કરોડ ૩૬ લાખથી વધુ મળી કુલ ૮પ કરોડ ૯ર લાખથી વધુની જબરી આવક થઇ છે. રાજકોટના ૮ સહિત જીલ્લાની કુલ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સૌથી વધુ રાજકોટ-ર મોરબી રોડ પર ૧૭૦૯ તો બીજા નંબરે રાજકોટ-૭ કોઠારીયા ક્ષેત્રમાં ૧૬૦૯ દસ્તાવેજો નોંધાયાનું બહાર આવ્યું છે.

અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીની વિગતો મુજબ રાજકોટ ઝોન-૩, રતનપર-૧૦૩પ દસ્તાવેજ, જેતપુર-૭૩પ, લોધીકા-૭૬૭, કોટડા સાંગાણી-પ૧૦, ઉપલેટા-૪૬૯, ધોરાજી-૪૦પ, જસદણ પ૦૯, રાજકોટ-પ-મવા-૮૭૩, રાજકોટ-૬-મવડી-૧ર૮૬, વીંછીયા-૯૦, રાજકોટ-૮-રૂરલ-૭૯ર, જામકંડોરણા-૧ર૯, ગોંડલ-૧ર૧૬, રાજકોટ-૧,-૯૪૪, રાજકોટ-૪ રૈયા-૯૪૬, તથા પડધરી ક્ષેત્રમાં-ર૬૯ દસ્તાવેજો નોંધાયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(4:14 PM IST)