News of Monday, 1st July 2024
નવાગામમાં વેપારીના ગોડાઉનમાંથી અઢી લાખની ચોરી કરનારા પૂર્વ કર્મચારી સહિત ચાર પકડાયા
વેપારી વિવેકભાઇ ચનીયારાની ફરિયાદ પરથી કુવાડવા પોલીસના પી.આઇ.વી.આર. રાઠોડ તથા ટીમની કામગીરીઃ રૂા. ૨.૫૦ લાખનો ચોરાઉ સામન કબ્જે

રાજકોટ તા. ૧: શહેરના નવાગામ આણંદપર માં મારૂતી એન્ટરપ્રાઇઝના નામના ગોડાઉનમાં થયેલી રૂા.૨.૫૦ લાખના ટીવી, હોમ થીયેટર તથા બે સાઉન્ડબાર સહિતના સામાનની ચોરી કરનારા પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોને કુવાડવા રોડ પોલીસ પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ નાનામવા રોડ જીવરાજ પાર્કમાં સ્પીડવેલ હાઇટસ એ- ૫૦૧મા રહેતા વિવેકભાઇ રજનીકાંતભાઇ ચનીયારા (ઉ.વ. ૨૯) એ કુવાડવારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતતી જેમાં પોતે નવાગામ નારાયણનગરમાં આવેલા મારૂતિ એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારીમા઼ પેઢી ચલાવે છે. તા. ૨૮ ના રોજ પોતે ગોડાઉન બંધ કરી ઘરે જતા રહયા બાદ બીજા દીવસે સવારે ગોડાઉને આવ્યા ત્યારે સ્ટોકમાં રાખેલા ચાર ટીવી, બે હોમ થીયેટર અને બે સાઉન્ડ બાર મળી રૂા. ૨.૫૦ લાખનો માલ સામાન જોવા ન મળતા પોતે તપાસ કરતા પોતાના ગોડાઉ ની બહાર એક ઇલેકટ્રીક થાંભલો આવેલ હોઇ તેથી કોઇ અજાણ્યા શખ્સો થાંભલા પર ચડી ગોડાઉનની દીવાલ ટપીને અંદર પ્રવેશ કરી ચોરી કર્યાની ખબર પડતા પોતે કુવાડવારોડ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં પી.આઇ.વી.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ અજયભાઇ નીમાવત સહિતે તપાસ હાથધરી હતી.તપાસદરમ્યાન વિવેકભાઇના ગોડાઉનમાં અગાઉ નવાગામમાં રહેતો દર્શન જાદવભાઇ ગોધાણી કામ કરતો હતો. તેના પર શંકાજતા પોલીસે દર્શન ગોધાણીની પુછપરછ કરતા તેણે અન્ય ત્રણ શખ્સો સાથે મળી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે દર્શન જાદવભાઇ ગોધાણી (રહે. નવાગામ આણંદપર) ચોરાવાળી શેરી) તથા નવાગામના હેમાંગ જગદીશભાઇ જીજવાડીયા (ઉ.વ.૧૯), સુનીલ રણછોડભાઇ મોરવાડીયા (ઉ.વ.ર૦) અને ભાવીન વિનોદભાઇ મોરવાડીયા (ઉ.વ.૧૯) ને પકડી લઇ રૂા. ર.પ૦ લાખનો ચોરાઉ ટીવી. હોમથીયેટર સહિતનો સામાન કબ્જે કર્યો હતો. આ કામગીરી પીએસઆઇ એ.બી. ઝાલા, હેડ કોન્સ અજયભાઇ નીમાવત યુવરાજસિંહઅને સુરેશભાઇ દ્વારા કરવામાં આવી હતી. (૩. ૧૮)
(4:45 PM IST)










