<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

તારાપુર હાઇવે પર બોલેરો પૂલ સાથે અથડાતાં ઉંટવડના ભાવેશનું મોત

સુરત તરફથી હોર્ડિંગનું કામ પુરુ કરી પરત આવતી વખતે બનાવઃ ચાલકનો બચાવઃ વીસ વર્ષના યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૩: તારાપુર હાઇવે પર બૂટ ભવાની મંદિર નજીક બે દિવસ પહેલા બોલેરો પૂલ સાથે અથડાતાં ક્‍લીનર સાઇડમાં બેઠેલા બાબરાના ઉંટવડના ભાવેશ બટુકભાઇ મોખા (ઉ.વ.૨૦) નામના યુવાનને ગંભીર ઇજા થતાં અમદાવાદ અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી સિવિલમાં ખસેડાયો હતો. અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ભાવેશ મોખા બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને હોર્ડીંગ ફીટ કરવાની મજૂરી કરતો હતો. તે સુરત તરફ હોર્ડીંગનું કામ કરવા ગયો હતો. ત્‍યાંથી તા.૧ના રોજ પરત આવતી વખતે બોલેરોમાં બેઠો હતો. બોલેરો મહેન્‍દ્રભાઇ ગઢવી ચલાવી રહ્યા હતાં. તારાપુર હાઇવે પર પહોંચ્‍યા ત્‍યારે પૂલ સાથે ગાડી અથડાતાં ચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્‍યારે ભાવેશને ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટ સારવારમાં મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કોઠ પોલીસ સ્‍ટેશન ખાતે જાણ કરી હતી.

(12:14 PM IST)