<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

અપ્રમાણસર મિલ્‍કતના કેસમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાની છ દિવસના રીમાન્‍ડ મંજુર

૧૮ કરોડની મિલ્‍કતો મળી આવતા કુલ ભ્રષ્‍ટાચાર ૨૮ કરોડે પહોંચ્‍યો : સાગઠિયા તેની નોકરીના સમયગાળામાં આખા પગારની બચત કરે તો પણ ૨૮ કરોડની મિલ્‍કતો વસાવી શકે નહિ : ડી.જી.પી. વોરાની સફળ રજૂઆત

રાજકોટ તા. ૩ : ટી.આર.પી. ગેમ ઝોનના અગ્ની કાડમા મુખ્‍ય આરોપી જેટલો જ ગુનેગાર ગણાતા રા.મ્‍યુ. કોર્પો. ના ટાઉન પ્‍લાનીગ ઓફીસર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા ને ખાસ અદાલતના જજ પી. જે. તમાકુ વાલા એ ૬-દિવસના પોલીસ રીમાન્‍ડ પર સોપેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે દોઢ માસ પહેલા ટી.આર.પી. ગેમ ઝોનના અગ્નીકાંડમાં અનેક વ્‍યક્‍તિઓના મળત્‍યુ બાદ ગેમ ઝોનના માલીકો સામે નોધાયેલ ફોજદારી કેસમા તપાસ દરમ્‍યાન રા.મ્‍યુ. કોપો.મા છેલ્લા ૧૦ કરતા વધુ વર્ષથી ટાઉન પ્‍લાનર ઓફીસર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાની પણ અધિકારીની રૂએ ફરજ દરમ્‍યાનની બેદરકારીઓ અને ગેરરીતીઓ ઉભરી આવેલ હતી. આથી પોલીસ તપાસ દરમ્‍યાન તેઓની ધરપકડ કરી રીમાન્‍ડ મગાતા તેમની રીમાન્‍ડ દરમ્‍યાન તેઓ પાસે ૧૩ કરોડ થી વધુ કિંમતની અપ્રમાણસર મિલ્‍કત મળી આવેલ હતી.

આ અંગે ભ્રષ્ટાચાર વિરોધી ખાતાને જાણ કરાતા એ.સી.બી. પોલીસ સ્‍ટેશન, રાજકોટના ફિલ્‍ડ ઈન્‍સ્‍પેટકર શ્રી જે. એમ. આલ એ ફરીયાદી બની આરોપી મનસુખભાઈ સાગઠીયા વિરૂધ્‍ધ ભ્રષ્ટાચાર નિવારણની અધિનિયમની કલમ-૧૩(૧) અને ૧૩(૨) હેઠળ ગુન્‍હો નોંધી આગળની તપાસ પી.આઈ.શ્રી. લાલીવાલા ને સોપેલ હતી. આ તપાસના અમલદારે તાલુકા પોલીસ સ્‍ટેશનનમાં નોંધાયેલ અગ્નિકાડ વાળા ગુન્‍હાના કેસમા ટ્રાન્‍સફર વોરટ હેઠળ શ્રી સાગઠીયા નો કબ્‍જો મેળવેલ હતો. આ આરોપીના ૨૪ કલાકની એ.સી.બી. કસ્‍ટડી દરમ્‍યાન તેમનો ઓફિસમાથી ૧૮ કરોડની રોકડ તથા સોના-ચાંદીના દાગીના - ઝવેરાત મળી આવેલ હતા. અપ્રમાણસર મિલ્‍કત મળી આવતા શ્રી સાગઠીયા ને ૭-દિવસની પોલીસ રીમાન્‍ડ ની માગણી સાથે ખાસ અદાલતમાં રજુ કરવામાં આવેલ હતા.

શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકિલશ્રી એસ. કે. વોરા એ રજુઆત કરતા જણાવેલ હતુ કે ટી.પી.ઓ. સાગઠીયા પોતાની સમગ્ર કારર્કિદી દરમ્‍યાનના સમગ્ર પગારની બચત કરે તો પણ તેઓ ૨૮ કરોડ રૂપિયાની મિલ્‍કત વસાવી શકે નહી. આ કારણે તેઓ પાસેથી જે મિલ્‍કતો મળી આવેલ છે તે ખરેખર તેઓએ બેનામી ખરીદેલ છે કે, આવી મિલ્‍કતના તેઓ રખેવાળ છે તેની ઉડાણ પુર્વક તપાસ જરૂરી છે. આ ઉપરાંત આગલા દિવસની સાજે આ ઓફિસ તેઓની હાજરીમા ખોલાવવામા આવેલ ત્‍યારે આ ઝવેરાતોનુ વજન, મુલ્‍યાંકન અને રોકડ રકમની ગણતરી ૧૦ કલાક થી વધુ સમય ચાલેલ હતી તેથી આરોપી સામેની વધુ તપાસ થઈ શકેલ નથી. આરોપી પાસે રહેલ બેંક ખાતાની તપાસ તેઓની હાજરીમાં જ કરવી જરૂરી છે તેમજ તેઓ રા.મ્‍યુ. કો. ના ખર્ચે વિદેશ પ્રવાસોમા ગયેલ છે તે અંગે કોઈ વિગતો જણાવેલ નથી. આરોપીના પત્‍નીના નામે પેટ્રોલ ૫ં૫ છે તેમજ પુત્ર અને પુત્રીના નામે ૧૨-વિઘા જમીન આવેલ છે જે ખરીદ કરવા અંગે તેઓ પાસે સ્‍વતંત્ર આવકના કોઈ સાધનો નથી. આ ઉપરાત તેઓ પોતાના પરીવાર સાથે જુદા જુદા ૪ - દેશોમા પ્રવાસ કરી આવેલ છે તેમ છતાં આટલી મોટી રકમ રોકડ અને ઝવેરાત સ્‍વરૂપે મળી આવેલ છે તે દર્શાવે છે કે તેઓએ તમામ પ્રકારે ભ્રષ્ટાચાર કરી હાલ જાહેર થયેલ છે તેના કરતા ઘણી મોટી રકમની પ્રમાણસર મિલ્‍કત વસાવેલ છે. શ્રી સરકાર તરફેની રજુઆતોના અંતે ખાસ અદાલતે આરોપી મનસુખભાઈ સાગઠીયાને ૬-દિવસના પોલીસ રીમાન્‍ડ ઉપર સોંપેલ છે.

 એ.સી.બી. ના આ કેસમા શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.

(2:02 PM IST)