News of Wednesday, 3rd July 2024
શહેરમાં એક મહિનામાં ૧૭૧ લોકો ગૂમ થયાઃ પોલીસે તમામને શોધી કાઢયા

અપહરણના ૧૪ ગુના પણ ઉકેલાયાઃ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ કે. જે. કરપડા અને તમામ પોલીસ સ્ટેશનોના મળી ૧૯ કર્મચારીઓની કામગીરી
રાજકોટ તા. ૩: શહેરમાં છેલ્લા એક મહિનામાં ૧૭૧ વ્યક્તિઓ ગૂમ થઇ હતી. આ તમમને શહેર પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમોએ જહેમત ઉઠાવી શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. તો બીજી તરફ અપહરણના ૧૪ ગુનાઓ પણ આ ટીમોએ ડિટેક્ટ કર્યા હતાં.
ગૂમ થયેલા અને અપહરણ થયા હોય તેવા લોકોને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાએ ખાસ ડ્રાઇવ યોજવા સુચના આપી હોઇ તા. ૨૦/૫ થી ૨૦/૬ સુધી ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ કે. જે. કરપડાના સુપરવીઝન હેઠળ ૪ ટીમો કામે લાગી હતી. આ ટીઓએ એક મહિનામાં ગૂમ થયેલા ૧૭૧ લાપતા લોકોને શોધી કાઢયા હતાં. તેમજ અપહ્યુત ૧૪ સગીરાઓને શોધી પરિવારને સુધી પરત પહોંચાડી હતી.
પીઆઇ, એએસઆઇ સીહત ૧૯ કર્મચારીઓની ચાર ટીમોએ ગૂમ થયેલા અને અપહરણ થયેલાઓને શોધવા ભારે જહેમત ઉઠાવી હતી. તે અંતર્ગત અ ડીવીઝન પોલીસના-૦૨, બી ડીવીઝનના-૪૫, થોરાળા પોલીસના-૪, ભક્તિનગર પોલીસના-૧૪, પ્રદ્યુમનનગર પોલીસના- ૧૮, માલવિયાનગર પોલીસના-૧૪, કુવાડવા રોડ પોલીસના-૦૨, ગાંધીગ્રામ પોલીસના-૧૧, યુનીવર્સીટી પોલીસના-૩૨, આજી ડેમ પોલીસના-૧૦ અને તાલુકા પોલીસ સ્ટેશનના-૧૯ મળી કુલ ૧૭૧ ગૂમ થયેલા લોકોને શોધી કઢાયા હતાં. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અપહરણનો ભોગ બનેલી ૧૪ સગીરાને પણ શોધી આરોપીઓને પકડવામાં આવ્યા હતાં. જેમાં કુવાડવા, યુનીવર્સીટી, ગાંધીગ્રામ, પ્ર.નગર, તાલુકામાં ૧-૧, ભક્તિનગરમાં ૨, આજી ડેમમાં ૩ અને બી ડીવીઝન પોલીસના ૪ કેસનો સમાવેશ થાય છે.
પીઆઇ કે. જે. કરપડા સાથે આ કામગીરીમાં એએઅસાઇ બાદલભાઇ દવે, હરપાલસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ પરમાર, હેડકોન્સ. ધીરેનભાઇ ગઢવી, હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્સ. ભુમિકાબેન ઠાકર, એએસઆઇ ચેતનભાઇ ચાવડા, હેડકોન્સ. વિક્રમભાઇ આયદાનભાઇ, પ્રકાશભાઇ દેવાયતભાઇ, જગદીશસિંહ પરમાર, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. પંકજભાઇ માળી, નરેશસિંહ ઝાલા, નરસંગભાઇ ગઢવી, ભાવેશભાઇ ગઢવી, ભગીરથસિંહ જયવંતસિંહ, શિવભદ્રસિંહ બાપાલાલ અને રોહિતભાઇ કછોટ સહિતનાએ આ કામગીરી કરી હતી.
(2:11 PM IST)










