તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૩, સોમવાર
News of Wednesday, 3rd July 2024
કોટડાપીઠા જસુમા ધામમાં ધામધુમથી ઉજવાશે અષાઢી બીજ મહોત્સવ
અષાઢી એકમનાં દિવસે એક દરબારની દિકરીને અંજલિ છાંટણાથી પૂજ્ય જસુમાએ સજીવન કર્યા'તાઃ અષાઢી એકમનાં દિવસે પૂજ્ય જસુમાં એ ઇચ્છા મૃત્યુથી દેહત્યાગઃ અષાઢી બીજનાં દીવસે પૂજ્ય જલારામ બાપાની હાજરીમાં અંતિમ સંસ્કારઃ પૂજ્ય જસુમાંનાં જમણા અંગૂઠામાં આપ મેળે અગ્નિ પ્રગટઃ અષાઢી બીજનાં દિવસે પૂજ્ય જસુમાંનો અલૌકિક સંવાદઃ અષાઢી બીજનાં દિવસે પૂજ્ય જસુમાંનાં નિવેધ, ધ્વજારોહણ, બ્રહ્મભોજન અને હવન

રાજકોટ,તા.૩: બાબરા તાલુકાના કાટડાપીઠામાં આવેલા પૂ. જશુમા ધામ ખાતે રવિવારે અષાઢી બીજ મહોત્સવ ધામધુમથી ઉજવાશે.
અષાઢી એકમનાં દિવસે રાજ પરીવારમા દીકરી લગ્નનાં આગલા દિવસે નાગ કરડતા દેહ ત્યાગ, રાજ પરિવારે પુજય જસુમાંને વિનવણી કરી તમે ભૂતકાળમા દ્વારિકામા અંજલિ છાંટી બિલાડીને સજીવન કરેલ તો અમારી દીકરીને સજીવન કરો, જસુમાં કહે હું કંઇ આવી ચમત્કારી શક્તિ નથી ધરાવતી છતા રાજ હઠને કારણે પુજયમાં એ વાત સ્વીકારી હાથમાં અંજલિ લઇ દ્વારિકાધીશને પ્રાર્થના કરી કે કાળિયા ઠાકોર હુ કંઇ જાણતી નથી પણ આજ આ તારા ભગતની ભકિત નિ લાજ રાખી આ દિકરીનાં પ્રાણ પુરજે એમ કહીને અંજલિ છાંટતા જ દિકરી આળસ મરડીને ઉભી થઇ, જસુમાં ઘરે આવી હાથમાં રામ સાગર લઇ દ્વારિકાધીશને પ્રાર્થના કરી કે હે નાથ, હવે મને તારી પાસે બોલાવી લે, નહિતર કાલથી જે કોઈ નાં દિકરા દિકરી મરણ પામશે એ અહી લાવશે અને હુ પ્રકૃતિનાં નિયમ મા બાધા રુપ ન થાવ એ માટે હવે મને તારા શરણે લઇ લે, બસ એમજમાં જસુમાંનાં હાથમાં રામ સાગર નો એક તાર હાથમાં રહી ગયો અને અનંત સાથે તાર મળી જતાં ઈચ્છિત દેહ ત્યાગ કરેલ, આમ પુજય જસુમાં એ અષાઢી એકમનાં દિવસે સાંજે દેહ ત્યાગ કરેલ, વાત વાયુ વેગે ફેલાતા ગામ માંથી ભક્તો નિ ભીડ જામી, ઘોડે સવારને પુજય જલારામ બાપા ને તેડવા રવાના કર્યા, બીજાં દિવસે સવાર નાં દસ સુઘી જલારામ બાપા ન આવતા સૌ એ નક્કી કર્યું કે પુજય જલારામ બાપા હાજર નહી હોય કોઇ જગ્યાં એ ભજનમાં હશે એટલે વાવડ નહી પહોંચેલ હોય તો હવે પૂજય જસુમાં નાં અંતિમ સંસ્કાર માટે પાલખી યાત્રા હવે કાઢવી જ જોઇએ, એમ અષાઢી બીજનાં દિવસે સવારે દસ વાગ્યે પૂજય માં ની પાલખી યાત્રા નીકળેલ યાત્રા કોટડા પીઠાનાંવોરા કુઈ ચોક મા પોંચેલ ત્યારે પૂજય જલારામ બાપા આવેલ એમને પાલખી પાસે જઈ પૂજય જસુમાંને સંબોધી કહેલ ‘બસ બેન રજા લીધી.? ' ત્યારે ચમત્કાર થયો પૂજય જસુમાં એ પુજય જલારામ બાપાને વળતો જવાબ આપ્યો બધાં જ ડાઘુઓ સાંભળે એમ ‘માળી, જલારામ રામ.!!! '
પુજય જલારામ બાપાની હાજરીમાં ચંદનની પથારીમાં ચિતા પર પુજય માં બિરાજયા, આંબારામ ભગત અને જલારામ બાપાનાં જમાઈ ભકિતરામ ભગત એ બન્ને પૂજય જસુમાંનાં દિકરા પુજય માતુશ્રી જસુમાં પેલાં જ સ્વર્ગે સિધાવેલ એટલે પુજય જસુમાંની ચિતાનો અગ્નિ સંસ્કાર આપ મેળે જમણા પગના અંગુઠા થી થયેલ,ᅠ
આવી રીતે અષાઢી બિજનાં દિવસે પુજય સંત શિરોમણી જસુમાં નો નિર્વાણ દિવસ ,પૂજય જસુમાંનાં પરીવાર માતાજીની નિવેધ, આરતી, ધ્વજારોહન હવન, બ્રહ્મભોજન, કરી પુજય માતુશ્રીનાં ચરણોમા શ્રદ્ધાપૂર્વક ભાવથી અંજલિ અર્પણ કરે છે, તેમજ પૂજય જસુમાં ની નવી મુર્તિ, પૂજય જસુમાંનાં રામ દરબાર, અને વસાણી પરીવાર નાં કુળદેવી માતાજી અંબાજી માતા પ્રાણ પ્રતીષ્ઠાનો દીવસ હોવાથી પાટ ઉત્સવ પણ ભાવથી ઉજવાશે, સમસ્ત વસાણી પરીવાર પ્રતિ વર્ષ હાજરી આપે છે.

(9:07 PM IST)










